Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિશ્રઋતુની અનુભૂતિ વચ્ચે
જામનગર તા. ૩૦: જામનગરમાં મિશ્રઋતુની અનુભૂતિ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ર.૫ ડિગ્રીએ શરકીને ૩૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે આકરા તાપમાં પણ ઘટાડો થયો છે.
જામનગરમાં વહેલી સવારે ઠંડક તો બપોરે ગરમી અનુભવાઈ રહી છે. મિશ્રઋતુ વચ્ચે તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. નગરમાં ગત રવિવારે મહતમ તાપમાન ૩૭.૫ ડિગ્રી નોંધાયું હતું. જે અત્યાર સુધીમાં ૨.૫ ડિગ્રી ઘટીને ૩૫ ડિગ્રીએ પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ દિવસમાં ૩.૫ ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૨૨.૫ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો.
જામનગરમાં બુધવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા રહ્યું હતુંં. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારો યથાવત રહ્યો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૫ થી ૨૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial