Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓને પોષણ-દિનચર્યા-ઋતુચર્યાનું માર્ગદર્શનઃ
જામનગર તા. ૩૦: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના વડપણ હેઠળ કાલાવડ તાલુકાના નાના વડાલા સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા મેડિકલ ઓફિસર વૈદ્યા દર્શનાબા જાડેજા દ્વારા ખડધોરાજીમાં સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓની તપાસ તેમજ નિદાન કરી આયુર્વેદિક પદ્ધતિ મુજબ સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પોષણ તેમજ યોગ્ય દિનચર્યા તથા ઋતુચર્યા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. સાથે સાથે કુપોષણ નિવારણ અંગેના પરેજીની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત કેમ્પમાં ઉકાળા તેમજ સંશમની વટીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial