Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્લી ૫ોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદઃ
મુંબઈ તા. ૩૦: અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલને મંગળવારે એક મેસેજ મળ્યો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ સલમાનને મારી નાખવાની ધમકી આપી છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ ર કરોડ રૂપિયાની માંગણી કરી છે.
મુંબઈ ટ્રાફિક પોલીસને બોલિવૂડ એક્ટર સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ધમકીભર્યા મેસેજમાં અભિનેતા સલમાન ખાન પાસેથી ર કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે મેસેજ મોકલનાર વ્યક્તિએ એમ પણ કહ્યું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે.
ધમકીભર્યો મેસેજ મળ્યા પછી મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જેણે આ મામલે તપાસ શરૂ કરી હતી.
આ પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ઝારખંડમાંથી ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા સલમાન ખાનને મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી હતી. ધમકી આપનાર આરોપીએ પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને બોલિવૂડ અભિનેતાને મારી નાખવાનું કહ્યું હતું, જો કે બાદમાં આરોપીએ એ જ હેલ્પલાઈન નંબર પર માફી માંગી હતી. બાદમાં મુંબઈ પોલીસે આરોપીની ઝારખંડથી ધરપકડ કરી હતી અને પૂછપરછ માટે મુંબઈ લઈ ગઈ હતી.
મુંબઈ પોલીસે તે સમયે કહ્યું હતું કે, સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરવાાં આવી છે. વર્લી પોલીસની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. ગયા અઠવાડિયે મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો જેમાં સલમાન ખાન પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ પછી પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
બોલિવૂડ અભિનેતાને ચેતવણી આપવામાં આવી હતી કે જો તે જ ેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના કેસને ઉકેલવા માટે રૂપિયા પાંચ કરોડ નહીં ચૂકવે તો તેનું ભાગ્ય મુંબઈના માર્યા ગયેલા એનસીપી નેતા બાબા સિદ્દીકીના કરતા પણ ખરાબ હશે. આ ધમકીભર્યો મેસેજ ૧૭ ઓક્ટોબરે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર આવ્યો હતો. આરોપીએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે તો તેણે પાંચ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો આમ નહીં કરવામાં આવેતો તેનું ભાગ્ય બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હશે, જો કે એ જ હેલ્પલાઈન નંબર પર બીજો મેસેજ આવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે પહેલો મેસેજ ભૂલથી મોકલવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial