Advertisement
Author: નોબત સમાચાર

સલાયાઃ ખૂબ જ ઓછી ઉંચાઈએ ઝુલતા જીવતા વિજવાયરોઃ પીજીવીસીએલ સામે રોષ

સલાયા તા. ૩૦: સલાયાના માર્ગ બસ સ્ટેશનથી કરીને કસ્ટમ અને બંદર સુધીમાં અનેક ચાલુ વીજ વાયરો નીચે લટકે છે. જે અકસ્માતને નિમંત્રણ આપે છે. આ રોડ બંદર તેમજ મુખ્ય બજારને જોડતો રોડ છે. અહીંથી અવારનવાર મોટા વેપારીઓના માલના ટ્રકો આવે છે. જે ઊંચાઈવાળા હોય છે. આ લટકતા વીજ વાયરો આ ટ્રકોને અડકે છે અને અકસ્માત થવાનો ભય રહે છે. આ બાબતે પીજીવીસીએલની જાણ કરવા છતાં આ વીજ વાયરો ખેંચીને ટાઈટ કરવામાં વીજ તંત્રને આળસ થાય છે.

ઈન્ડિયન ઈલેક્ટ્રિસીટી રૂલ્સ ૧૯પ૬ ની કલમ ૭૭ મુજબ શેરીમાં વીજ વાયરોની ઓછામાં ઓછી ઊંચાઈ જે વાયર ૬.૧ મીટર હોવી ફરજીયાત છે. પરંતુ સલાયામાં આ મુખ્ય માર્ગો ઉપર અનેક વાયરો પ મીટરથી પણ નીચા છે. જે અકસ્માતને નિમંત્રણ આપી રહ્યાં છે. માટે આ વીજ વાયરો વહેલી તકે ઉંચા કરવા જોઈએ અને નિયમનું પાલન કરવું જોઈએ. વીજ તંત્રએ નક્કી જ કર્યુુ હોય કે આપ જો ભી કરો હમ નહીં સુધરેંગે જેવો માહોલ ઊભો થયો છે. આ વીજવાયરો કોઈ અકસ્માતનો ભોગ બને એની રાહ જોઈ રહ્યાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh