Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિમકોર્ટના નિર્દેશો મુજબ જિલ્લા તંત્રનો આદેશ
ખંભાળીયા તા. ૩૦: જિલ્લા કલેક્ટર દ્વારા દિવાળી તેમજ અન્ય તહેવારોને અનુલક્ષીને ફટાકડા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અપાયેલ સૂચના તેમજ તહેવારો દરમ્યાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસરને લગતા સુપ્રિમ કોર્ટના આદેશ અને માર્ગદર્શિકા અન્વયે ફટાકડાને કારણે આગ લાગવાના, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાને અગવડતા ન પડે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતા કેટલાક પ્રતિબંધો જાહેર કરાયા છે.
આ જાહેરનામા મુજબ દિવાળીના તહેવારો કે અન્ય તહેવારો દરમિયાન રાત્રિના ૮ થી રાત્રિના ૧૦ કલાક દરમિયાન તેમજ ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારમાં રાત્રે ૨૩:૫૫ કલાકથી ૦૦:૩૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડાં પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. સીરીઝમાં જોડાયેલા ફટાકડા(ફટાકડાની લૂમ) રાખી, ફોડી કે વેચાણ કરી શકાશે નહીં. બેરીયમના ઉપયોગથી બનાવેલા ફટાકડા કોર્ટ દ્વારા પ્રતિબંધિત હોઈ તે રાખી, ફોડી કે વેચાણ કરી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે, તેમણે પણ સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર ૫ેસો સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે.
આ અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ પર પી.ઈ.એસ.ઓ.ની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર(સાયલન્ટ ઝોન)માં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી કે વેચાણ કરી શકાશે નહીં. તમામ ઇ-કોમર્સ વેબસાઇટ અત્રેના જિલ્લામાં ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઈ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી.
લોકોને અગવડ ઉભી ન થાય કે કોઇ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, સી.એન.જી.પંપ, એલ.પી.જી. બોટલીગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામોની નજીકમાં ફટાકડા ફોડી શકાશે નહી. કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ/આકાશી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહી. સ્થાનિક કક્ષાએ સિનેમાગૃહો, લોકલ કેબલ ઓપરેટરોએ આ આદેશો અંગેની જાહેરાતો અચૂકપણે દર્શાવવાની રહેશે. આ આદેશો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૯-૧૦-૨૦૨૪ થી તા.૧૬-૧૧-૨૦૨૪ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ સજાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial