Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૩૦: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરની સૂચના અન્વયે ધ્રોલ તાલુકાના મોટા ઈટાળામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ધ્રોલ તાલુકાના ખારવા ગામે સર્વરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મેડિકલ ઓફિસર ડો. જે.પી. સોનગરા દ્વારા તમામ લાભાર્થીઓનું આયુર્વેદ પદ્ધતિથી નિદાન અને સારવાર કરવામાં આવી હતી તથા દરેક લાભાર્થીઓનું બ્લડપ્રેશર અને સુગર તપાસ કરી તે વિશે માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવ્યું હતું. તેમજ આયુર્વેદના પ્રચાર, પ્રસાર અર્થે દરેક લાભાર્થીઓને સ્વસ્થવૃત્ત વિશે સમજ આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial