Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીએપી ખાતરની તંગીઃ ખેડૂતોને ભારે મુશ્કેલી

તહેવારો સમયે જ ખાતર માટે લાઈનો લાગે છે

ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  આસો માસમાં સતત ચાલુ રહેલ વરસાદથી ૯૬ ઈંચ વરસાદ સાથે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડતા અતિવૃષ્ટિમાં પાકને ખૂબ જ નુકસાન થયું હોય શિયાળુ પાકને લઈઙ્મો તેમાં વળતર મેળવવા માંગતા ખેડૂતો આજે સવારે આજ શિયાળુ પાક માટે જરૂરી ડીએપી ખાતરની અછત થતાં તહેવારમાં લાઈનોમાં ઉભવાની સ્થિતિ થતાં રોષની લાગણી ફેલાઈ છે.

હાલ ચોમાસામાં તળાવો, ચેકડેમો, કુવા, બોર તથા ડંકીઓ પાણીની ભરપૂર છે ત્યારે શિયાળુ પાક લેવામાં અનુકૂળ સ્થિતિ છે ત્યારે ડીએપી ખાતરની અછત થતાં વહેલી સવારથી જ ખાતરના વિક્રેતાઓને ત્યાં ખેડૂતોની કતારો લાગી હતી તથા ટોળા ભેગા થયા હતાં. જરૂર પડે વીજળી ના મળે, પાકમાં વરસાદ ચાલુ થતાં નુકસાનીનો વળતર નહીં સર્વે કયાક નહીં અને હવે શિયાળુ પાક માટે ડીએપી ખાતર નહીંની સ્થિતિ જ જગતનો તાત ગણાતો ખેડૂત હવે લાલ આંખ કરવાના મૂડમાં આવી જાય તો નવાઈ નહીં ...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh