Advertisement
Author: નોબત સમાચાર

રાજપૂતપરા કુમારિકા ગરબી મંડળ દ્વારા નવરાત્રિમાં બાળાઓને સોનાના પેંડલ સાથે વીસલ્હાણીનું વિતરણ

જામનગર તા. ૩૦: રાજપૂતપરા કુમારિકા ગરબી મંડળ ૭૦ વર્ષથી લતાવાસીઓના સાથ-સહકારથી ચાલતી પ્રાચીન ગરબી છે. આ વર્ષે પણ આયોજીત ગરબીમાં નવ દિવસમાં દાતાઓના સહકારથી ૪૦ થી પ૦ લાણીઓનું બાળાઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય દાતાઓ સંસદસભ્ય પૂનમબેન માડમ, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, સામાજિક કાર્યકર સુનિલભાઈ આશર, માનવિક અમિતભાઈ મજીઠિયા, વેપારી અગ્રણી વિમલભાઈ મદલાની, બ્રિલિયન્ટ સ્કૂલના સુપ્રિમો અશોકભાઈ ભટ્ટ તરફથી બાળાઓને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજપૂતપરા કુમારિકા ગરબી મંડળના સંચાલકોના હસ્તે બાળાઓને લાણી વિતરણ કરવામાં આવી હતી. ગરબી મંડળના પ્રમુખ ગીરધરભાઈ અમલાણી, જાણીતા વેપારી ઉપપ્રમુખ જેન્તિભાઈ રાઠોડ, હેમેન્દ્રભાઈ હરસોરા, માનદ્મંત્રી હસમુખભાઈ મજીઠિયા, સહમંત્રી સુરેશભાઈ જોષી, ખજાનચી મનોજભાઈ અમલાણી, સહખજાનચી પરેશભાઈ તન્ના, મનિષભાઈ તન્ના, નિલેશભાઈ મજીઠિયા, સભ્યો વાય.પી. જાડેજા, અજયસિંહ જાડેજા, ભૂપેન્દ્રભાઈ મજીઠિયા, મુકેશભાઈ આહુજા, ચંદ્રવદન ત્રિવેદી, ભાર્ગવ પંડ્યા, મનિષભાઈ જાટ, હિતેષભાઈ જાટ, અનિરૂદ્ધસિંહ જાડેજા, ચંદ્રેશભાઈ ગઢવી, આશિષભાઈ કાંજિયાણી, વિમલભાઈ મદલાની, હિરેનભબાઈ રાઠોડ, કિશોરભાઈ મજીઠિયા (જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી), આકાશ આહુજા, રાજા રાઠોડ, સચિન કોટેચા, સુખદેવસિંહ જાડેજા, સંજયભાઈ આશર વગેરે ગરબી મંડળના સભ્યો દ્વારા બાળાઓને સોનાના પેંડલની લ્હાણી માટે જહેમત ઊઠાવી હતી.

રાજપૂતરા કુમારિકા ગરબી મંડળમાં વાજિંત્રની સેવા પ્રવિણભાઈ ગઢવી, લોકસાહિત્યકાર પિયુષભાઈ ગોસાઈ, માતાજીની પૂજાની સેવા બ્રહ્મ અગ્રણી મનોજભાઈ ભટ્ટ તેમજ હર્ષભાઈ જોષી દ્વારા આપવામાં આવી હતી. તેમજ ગરબી મંડળમાં તમામ પ્રકારની આર્થિક મદદ અનિલભાઈ (ગોવિંદ વસ્તુ ભંડારવાળા), પાર્વતી સ્કૂલવાળા ઓમભાઈ શાસ્ત્રી, ભૂપેન્દ્રભાઈ મજીઠિયા દ્વારા આપવામાં આવી હતી. દિનેશભાઈ રાવલ પરિવાર તથા શુક્લએ ઈશ્વર વિવાહમાં યોગદાન આપ્યું હતુું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh