Advertisement
Author: નોબત સમાચાર

ન.પા.ની તિજોરી તળીયા ઝાટક કેવી રીતે..? તપાસની માંગણી

ન.પા.નો 'લાખના બાર હજાર' જેવા અણઘડ વહીવટ !

ખંભાળીયા તા. ૩૦: ખંભાળીયા પાલિકાના સફાઈ કામદારો દ્વારા તેમની પડતર માંગણીઓ અંગે ઉપવાસ આંદોલન થયા પછી ચોંકાવનારી વિગત બહાર આવી જે ગુનાહીત પણ ગણાવી શકાય કે પાલિકાના કાયમી કર્મચારીના પીએફની રકમ તથા હંગામી કમિટીઓના ઈપીએફની રકમ પગારમાંથી નિયમ મુજબ કાઢયા પછી પણ મહીનાઓ સુધી પાલિકા તંત્રએ સરકારી સંસ્થાઓમાં ના ભરી અન્ય જગ્યાએ વાપરી ગુનાહીત કૃત્ય કર્યું છે!! તાજેતરમાં ખંભાળીયા આવેલા રાજ્ય સફાઈ કામદાર મંડળના પ્રમુખ તથા ૭૪ વર્ષના પીઢ આગેવાન કસ્તુરભાઈ મકવાણાએ આ અંગે તપાસ કરતા ૨૦૨૨-૨૩ ના બજેટમાં જ ૧૩ કરોડની પુરાંત હતી અને પગાર તથા અન્ય ગ્રાંટો પગાર પંચની ૭ કરોડ દેખાડી હતી. ૨૦૨૩-૨૪ અને હજુ તો ૨૪-૨૫ પૂરૃં નથી થયું ત્યાં દોઢ વર્ષમાં વીસ કરોડની પુરાંત કયાં ગઈ? તેમણે આ માટે ખાસ આરટીઆઈ કરી પાલિકાએ આવડી રકમ કયાં વાપરી તેની વિગતો માંગતા ભારે ચર્ચા પણ જાગી છે. દોઢ વર્ષ પહેલાં જે પાલિકા પાસે ર૦ કરોડની પુરાંત હોય અને તે પછી આટલા સમયમાં પ૦ લાખનું વીજ બીલના ભરાય? તે માટે મ્યુનિ. ફાયનાન્સ વગેરે પાસે લોન માંગવી પડે ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh