Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખાને રાજયપાલના હસ્તે એવોર્ડ એનાયત

વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત

જામનગર તા. ૩૦: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખા દાયકાઓથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત છે, ભૂકંપ, વાવાઝોડા, કોરોના કાળ દરમિયાન અનેક મહત્ત્વની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી. આ કામગીરી અંતર્ગત વર્ષ-ર૦ર૩-ર૪ દરમિયાન ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, જામનગર શાખા દ્વારા અદ્યત્તન ફિઝિયોથેરેપી સેન્ટર, ડેન્ટલ કેર ક્લિનિક, જનરિક મેડિસિન સ્ટોર શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની તમામ જિલ્લા/તાલુકા સ્તરે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, જામનગર શાખા દ્વારા આ મુદ્દે શ્રેષ્ઠ સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા, રાજભવન, ગાંધીનગરમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, જામનગર શાખાને એવોર્ડ  એનાયત કરવામાં આવ્યો હતો.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખાના ચેરમેન બિપીનભાઈ ઝવેરી, વાઈસ ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાળા સહિત એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરની પ્રેરણા અને સફળ પ્રયાસોથી શાખાને આ અવસર મળ્યો. જેમાં વિશેષથી ડો. વિહારી છાંટબાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ કનખરા, નિતીન પરમાર, ભાર્ગવ ઠાકર, દીપાબેન સોનીએ જહેમત ઉઠાવી હતી.

ગાંધીનગર, રાજભવનમાં યોજાયેલા આ સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત જી, ગુજરાત સ્ટેટ પ્રેસિડન્ટ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી - અજયભાઈ પટેલ દ્વારા શાખાના વાઈસ પ્રેસિડેન્ટ ડો. અવિનાશભાઈ ભટ્ટ, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર નિતીન પરમાર, ભાર્ગવ ઠાકરની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સૌ હોદ્દેદારો, આજીવન સભ્યો દ્વારા શાખાની કામગીરી તથા એવોર્ડ પ્રાપ્તિની સફળતાને આવકારવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh