Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ગુડફ્રાયડેની રજાઃ શેરબજાર બંધ
નવી દિલ્હી તા. ર૯: ૧ વર્ષમાં ભારતીય રોકાણકારોની સંપત્તિ ૧૩ર લાખ કરોડ વધી જતાં નવો વિક્રમ નોંધાયો છે અને ર૦ર૪ માં રોકાણકારો માલામાલ થયા છે. એપ્રિલ-ર૦ર૩ અને માર્ચ ર૦ર૪ વચ્ચે બીએસઈ માર્કેટ કેપ ર૬ર લાખ કરોડથી વધીને ૩૯૪ લાખ કરોડ થઈ ગયું છે. ૧ વર્ષમાં સૌથી મોટો ઉછાળો દર્શાવે છે.
નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪માં ભારતીય રોકાણકારોની નેટવર્થમાં રૂ. ૧૩ર લાખ કરોડ અથવા લગભગ ૧.૬ ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. એપ્રિલ ર૦ર૩ અને માર્ચ ર૦ર૪ ની વચ્ચે બીએસઈનું માર્કેટ કેપ રૂ. ર૬ર લાખ કરોડથી વધીને રૂ. ૩૯૪ લાખ કરોડ અથવા ૪.૭ ટ્રિલિયન થયું છે. એક વર્ષમાં ભારતના માર્કેટ કેપમાં આ સૌથી મોટો ઉછાળો છે.
નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેકસ લગભગ એક ટકા અથવા ૬પપ પોઈન્ટના વધારા સાથે ૭૩,૬પ૧ પર બંધ થયો હતો. ૭ માર્ચે આ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ગુડ ફ્રાઈડેના કારણે શુક્રવાર શેરબજારમાં રજા છે.
બીએસઈ ડેટા દર્શાવે છે કે આ નાણાકીય વર્ષ દરમિયાન ઘણી જુની અર્થવ્યવસ્થા કંપનીઓએ સારા ભવિષ્યની સંભાવનાઓ દર્શાવી હતી. આ કારણે રોકાણકારોએ તરત જ તેમનામ શેર લઈ લીધા હતાં, પરંતુ રોકાણકારોને સોફટવેર કંપનીઓ, એફએમસીજી અને ખાનગી બેંકોના શેરમાં ઓછો રસ હતો. સેન્સેકસના શેરોમાં ટાટા મોટર્સના શેરની કિંમત બમણી થઈ જયારે સરકારી કંપની એનટીપીસીનો શેર પણ આ સમયગાળા દરમિયાન લગભગ બમણો થઈ ગયો.
બીજી તરફ એચયુએલ, એશિયન પેઈન્ટ્સ અને કોટક મહિન્દ્રા બેન્કના શેરે સૌથી વધુ નિરાશ કર્યા હતાં. આ નાણાકીય વર્ષ દરમિયાન સેન્સેકસ રપ ટકા વધ્યો હતો જ્યારે નિફટી ર૯ ટકા વધ્યો હતો. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, રિયલ એસ્ટેટમાં ૧ર૯ ટકા, યુટિલિટીઝમાં ૯૩ ટકા અને પાવરમાં ૮૬ ટકાનો વધારો થયો છે. બીજી તરફ બેન્કસ ૧૬ ટકા, એફએમસીજી ૧૭ ટકા અને નાણાકીય સેવાઓ રર ટકા વધ્યા છે.
જો કે, યુએસમાં વ્યાજદર ઊંચા રહેવાથી ભારત જેવા જોખમી ઊભરતાં બજારોમાં વિદેશી ભંડોળ દ્વારા વેચાણની આશંકા વધી છે. પરંતુ ચીનના બજારનું નબળું પ્રદર્શન ભારતીય બજાર માટે વરદાન સાબિત થયું. આ કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરોમાં રૂ. ર.૧ લાખ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.
એફપીઆઈના પ્રવાહની દૃષ્ટિએ આ બીજું શ્રેષ્ઠ વર્ષ છે. વર્ષ ર૦ર૧ માં દેશમાં ર.૭ લાખ કરોડ રૂપિયાનું એફપીઆઈ રોકાણ આવ્યું. ચીનનું બજાર એવા સમયે ઘટ્યું છે જ્યારે નકારાત્મક વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત બન્યું છે. યુનિયન એમએફના સંજય બેમ્બાલકરે જણાવ્યું હતું કે સકારાત્મક જીડીપી આઉટલૂક, મેન્યુફેકચરિંગ સેકટર પર ભાર અને માળખાકીય સુધારાને કારણે ભારત વિદેશી નાણાપ્રવાહ માટે પ્રિય સ્થળ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial