Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૂવામાં પટકાતા માથામાં થઈ હતી ઈજાઃ
જામનગર તા. ર૯: કલ્યાણપુરના લાંબા ગામમાં એક ખેતરમાં કૂવા કાંઠે કામ કરી રહેલો એક શ્રમિક થાકીને બેલા પર બેસવા જતા કૂવામાં ઉથલી પડ્યો હતો. તેનંુ માથામાં ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં દેવાભાઈ કંડોરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બલુંદા ગામના વતની રાધેશ્યામ જવાનરામ સોલંકી (ઉ.વ.૩૩) નામના શ્રમિક ગઈકાલે સવારે દેવાભાઈના ખેતરમાં કૂવા કાંઠે ચેરીયા વાળતા હતા.
આ વેળાએ કામ કરતા થાકેલા રાધેશ્યામ કાંઠા પર મુકવામાં આવેલા બેલા પર બેઠા ત્યારે જ બેલુ ફસકી જતા રાધેશ્યામ કૂવામાં ઉથલી પડ્યા હતા. પાણીમાં ધુબાકો થતા ત્યાં હાજર લોકો દોડ્યા હતા અને કૂવામાંથી રાધેશ્યામને બહાર કઢાયા હતા.
કૂવામાં પડી જવાથી માથામાં ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતક સાથે કામ કરતા જબરૂરામ ચીસરીલાલ સોલંકીએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial