Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની ચાલુ વર્ષે મિલકત વેરાની રેકોર્ડબ્રેક આવક ૧૦૦ કરોડને પારઃ સર્જાયો ઈતિહાસ

ગઈકાલે એક દિ'માં જ રૂ. ૩.૮૪ કરોડની આવકઃ મ્યુનિ. કમિશનર

જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં ચાલુ વર્ષે પ્રથમ વખત મિલકત વેરાની આવકનો આંકડો ૧૦૦ કરોડને પાર થયો છે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીએ મિલકત વેરાની આવકના આંકડા પત્રકાર પરિષદમાં જાહેર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, તા. ૧-૪-ર૦ર૩ થી તા. ર૮-૩-ર૦ર૪ (બપોર સુધી) માં જામનગર મહાનગરપાલિકાને ફક્ત મિલકત વેરાની રૂ. ૧૦૧ કરોડ ૬૦ લાખની આવક થવા પામી છે, જ્યારે તા. ૧-ર-ર૦ર૪ થી તા. ર૮-૩-ર૦ર૪ સુધીના પ૭ દિવસની આવક રૂ. ૪પ.૭૦ કરોડની થવા પામી છે, જ્યારે ગઈકાલે એક જ દિવસમાં રૂ. ૩.૮૪ કરોડની આવક મેળવી હતી. જામનગર મહાનગર પાલિકા દ્વારા રૂ. ૧૧.૪૮ કરોડની વ્યાજમાફી આપવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકામાં ૩,૦૬,૦૦૦ મિલકતો નોંધાયેલ છે તેમાંથી ૧,૦પ,૬પ૬ મિલકતધારકોએ વેરો ભરપાઈ કર્યો છે.

ગઈકાલની સ્થિતિએ કુલ બાકી વસૂલાતમાં મુદલ રૂ. ૩૦૬.૯૦ કરોડ અને વ્યાજ રૂ. ર૦૭.૪૧ કરોડનો સમાવેશ થાય છે. જેમાં મુદલ ર૩૩ કરોડ (કાર્પેટ પદ્ધતિ) અને ૧પ.૧૦ કરોડ રેન્ટ બેઈઝ પદ્ધતિ અને તેનું વ્યાજ કાર્પેટ પદ્ધતિમાં રૂ. ૯૮.પ૬ કરોડ અને રેન્ટ બેઈઝ પદ્ધતિમાં રૂ. ૪૪.૧૧ કરોડનો સમાવેશ થાય છે.

જ્યારે ૪ર.૦૬ કરોડ (કાર્પેટ પદ્ધતિ અનુસાર) અને રૂ. ૪.૩૭ કરોડ ં(રેન્ટ બેઝ) તથા તેનું વ્યાજ ૩૪.૩૦ કરોડ (કાર્પેટ પદ્ધતિ) અને ૧૭.રર કરોડ (રેન્ટ બેઈઝ પદ્ધતિ) અનુસારનો સમાવેશ થાય છે.

જ્યારે સ્લમ વિસ્તારમાં વોટર ચાર્જના મુદલ રૂ. ૧ર.૪પ કરોડ અને વ્યાજ રૂ. ૧૩.રર કરોડની વસૂલાત બાકી રહે છે.

આમ આસિ. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મલની રાહબરી હેઠળ મિલકત વેરા વસૂલાત શાખાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. આથી કમિશનરે તમામ ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના અમલમાં છે. જેની મુદ્દત તા. ૩૧ માર્ચના પૂર્ણ થઈ રહી છે. એટલે કે હવે ફક્ત ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. જેનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh