Advertisement
Author: નોબત સમાચાર

પેસેન્જર કેબ ૩૦૦ મીટર ઊંડી ખાઈમાં ખાબકતા ૧૦ ના કરૂણ મોતઃ રેસ્ક્યુ શરૂ

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર

શ્રીનગર તા. ર૯: શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર એક પેસેન્જર કેબ ૩૦૦ મીટર ઊંડી ખાઈમાં ખાબકતા ૧૦ ના મોત થયા છે.

દેશમાં હાઈ-વે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર બની હતી, જેમાં ૧૦ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર રામબન નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, એસડીઆરએફ અને રામબન સિવિલની ક્યુઆરટી ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે-૪૪ પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ લગભગ ૩૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતની જાણ રાતે લગભગ ૧-૧પ વાગ્યે મળી હતી.

આજે વહેલી સવારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં ૧૦ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જો કે આ વિસ્તારમાં ઊંડી ખીણ, અંધારૂ અને સતત વરસાદને કારણે બચાવકામગીરી પડકારરૂપ બની રહી છે. વચ્ચે એવી માહિતી પણ સામે આવી છે કે રાહત કામગીરી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સૌથી મોટી સમસ્યા વરસાદની છે, જેના કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહે રામબનમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમણે દર્દનાક માર્ગ અકસ્માત અંગે ડીસી રામબન બશીર-ઉલ-હક સાથે વાત કરી છે. પોલીસ, એસડીઆરએફ અને સિવિલ ક્યુઆરટી ઘટના સ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. હું સતત સંપર્કમાં છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh