Advertisement
Author: નોબત સમાચાર

આપણા દેશમાં તો બાળક જન્મ લેતા જ એઆઈ (આઈ) બોલવા લાગે છેઃ મોદી

ર૯ ફેબ્રુઆરીની બિલગેટ્સ સાથેની મુલાકાતનો વીડિયોઃ

નવી દિલ્હી તા. ર૯: પીએમ મોદીની બિલ ગેટ્સ સાથેની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. ગત્ તા. ર૯ ફેબ્રુઆરીએ બિલ ગેટ્સ સાથે પીએમની મુલાકાત થઈ હતી. બિલ ગેટ્સના ભારત પ્રવાસ વખતે થયેલી મુલાકાત ઘણી રસપ્રદ રહી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ મળ્યા હતાં, જ્યાં બન્ને વચ્ચે ભારતમાં એઆઈ, શિક્ષણ, ડિજિટલ પેમેન્ટ સાથે બદલાતી વિશ્વની ટેકનોલોજી પર વિશેષ ચર્ચા થઈ હતી. પીએમ મોદી અને બિલ ગેટ્સ વચ્ચેની વાતચીતનો સંપૂર્ણ વીડિયો શુક્રવારે (ર૯ માર્ચ) પ્રસારિત કરવામાં આવ્યો છે.

દરમિયાન એએનઆઈ એ એક ટીઝર પોસ્ટ કર્યું હતું જે દર્શાવે છે કે કેવી રીતે ભારતીયો માત્ર ટેકનોલોજી અપનાવી રહ્યા નથી, પરંતુ સાચા અર્થમાં આગળ પણ વધી રહ્યા છે. એઆઈનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'જ્યારે બાળક આપણા દેશમાં દેશમાં જન્મે છે, ત્યારે તે આઈ (મરાઠીમાં માતા) બોલે છે અને એઆઈ પણ બોલે છે'. આ દરમિયાન પીએમ મોદીએ બિલ ગેટ્સને પીએમની નમો એપનો ઉપયોગ કરીને સેલ્ફી લેવા કહ્યું અને તેની વિશેષતાઓ વિશે પણ જણાવ્યું. નમો એપ્લિકેશને તાજેતરમાં એક નવું એઆઈ જનરેટેડ ફોટો બૂથ ફીચર રજૂ કર્યું છે. જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓને ચહેરાની ઓળખ દ્વારા પીએમ મોદી સાથેના પોતાના ફોટા શોધવાની મંજુરી આપે છે.

આ પહેલા એએનઆઈ સાથે વાત કરતા બિલ ગેટ્સે ભારતમાં એઆઈ પર થઈ રહેલા કામની પ્રશંસા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ બિલ ગેટ્સ સાથે વાત કરતા એ પણ જણાવ્યું કે કેવી રીતે તેમની સરકાર મહિલાઓના જીવનમાં સુધારો લાવવા માટે ટેકનોલોજી લાવી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, 'જે મહિલાઓને સાયકલ ચલાવતા આવડતી ન હતી તેઓ આજે ડ્રોન પાઈલોટ બની રહી છે. નમો ડ્રોન દીદી પહેલ એ પીએમની ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ માટે એક મોટી પહેલ છે. ભારતની આબોહવા પર વાત કરતા પીએમ મોદીએ આનો પરિચય આપ્યો. બિલ ગેટ્સને તેનું જેકેટ બતાવ્યું જે રિસાયકલ કરેલ સામગ્રીથી બનેલું હતું.'

પીએમ મોદીના નિવાસસ્થાને થયેલી બન્નેની મુલાકાત અથવા ઈન્ટરવ્યૂની થીમ 'એઆઈથી ડિજિટલ પેમેન્ટ સુધી' એવી હતી. આ દરમિયાન મોદીએ ગેટ્સને નમો એપના ફિચર્સ પણ બતાવ્યા. પીએમએ રિસાઈકલ મટિરિયલમાંથી બનેલું જેકેટ પણ બતાવ્યું. ર૯ ફુબ્રુઆરીએ બિલ ગેટ્સ સાથે પીએમની મુલાકાત બિલ ગેટ્સના ભારત પ્રવાસ વખતે થઈ હતી. કૃષિ, ટેકનોલોજી સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરતા વડાપ્રધાને કહ્યું કે 'દેશમાં અમે ર લાખ આરોગ્ય મંદિર બનાવ્યા છે. મોટી હોસ્પિટલની જેમ નાના આરોગ્ય મંદિરમાં સુવિધા આપી છે. મારે બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું છે. શિક્ષકોની ખામીઓ ટેકનોલોજીથી પૂર્ણ કરવાની છે. મારા દેશમાં ડિજિટલ ડિવાઈડ નહીં થાય.'

વડાપ્રધાને કહ્યું કે મારે ત્યાં ગામડાઓ સુધી ડિજિટલ ટેકનોલોજી પહોંચી છે. મહિલાઓ ખૂબ ઝડપથી ટેકનોલોજીનો સ્વીકાર કરે છે. ગામડાઓમાં ૩ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાની છે. ગામડાઓની મહિલાઓના હાથમાં ટેકનોલોજી આપી. 'ડ્રોન દીદીઓને સાયકલ નહોતી આવડતી, અત્યારે ડ્રોન ચલાવે છે.' નમો એપના ફિચર્સથી બિલ ગેટ્સ ઘણાં પ્રભાવિત થયેલા જણાતા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh