Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર
રાજકોટ તા. ર૯: રાજકોટ ડિવિઝનના ૬ કર્મચારીઓને તાજેતરમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમાર દ્વારા રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડિસેમ્બર-ર૦ર૩ અને જાન્યુઆરી-ર૦ર૪ મહિનામાં રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ટ્રાફિક અને એન્જિનિયરીંગ વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં અભિષેક કુમાર (ગેટ મેન, ગેટ નંબર ૭૧), છોટાલાલ કે (પોઈન્ટ્સ મેન, બાલા રોડ), અવિનાશ કુમાર (ગેટ મેન, ગેટ નં. ૧), શૈલેન્દ્ર કુમાર (ટ્રેન મેનેજર, હાપા), સંજય એસ (પોઈન્ટ્સ મેન, વવાણિયા) અને લલિત કિશોર (પોઈન્ટ્સ મેન, લીલાપુર) નો સમાવેશ થાય છે.
ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ તકેદારી સાથે કામ કરીને, સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જેમાં ટ્રેનોમાં સ્પાર્કિંગ નોટીસ કરવું, લટકતા ભાગો નોટીસ કરવા, રેલ ફ્રેક્ચર નોટીસ કરવું, વ્હીલ સ્કિડીંગ નોટીસ કરવું અને એડેપ્ટર ડિસલોકેશન નોટીસ કરવું વગેરે જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતાં.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર આર.સી. મીણા અને સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) ઈન્દ્રજીતસિંઘ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial