Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરીક્ષા સંદર્ભે જાહેરનામું: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ર૯: કોમન એન્ટ્રસ ટેસ્ટ-ર૦ર૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-ર૦ર૪ ની પરીક્ષા તા. ૩૦-૩-ર૪ ના યોજાનાર છે. પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચાડવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.
આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી ઈ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ કોમન એન્ટ્રસ ટેસ્ટ-ર૦ર૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-ર૦ર૪ ની પરીક્ષાના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના હદ વિસ્તારમાં તા. ૩૦-૩-ર૪ ના સવારના ૧૦-૩૦ કલાકથી બપોરના ૧૭-૩૦ કલાક સુધી કોપીયર મશીન દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી-અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ તેઓના કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં કોઈએ મોબાઈલ ફોન કે અન્ય કોમ્યુનિકેશનના ઈલેકટ્રોનિકસ સાધનો-ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial