Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધરારનગરના શખ્સ સામે કરાઈ કાર્યવાહીઃ
જામનગર તા. ૨૯: જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે સૂતા સૂતા બાઈક ચલાવાતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે તેની શરૂ કરેલી તપાસમાં ધરારનગરમાં રહેતો શખ્સ ઝડપાઈ ગયો છે. તેણે અન્યની જિંદગી પર પણ જોખમ સર્જાય તે રીતે વાહન ચલાવ્યું હોય પોલીસે ખુદ ફરિયાદી બની તેની સામે ગુન્હો રજીસ્ટર કર્યાે છે.
જામનગરના સોશિયલ મીડિયાના કેટલાક ગ્રુપમાં તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક સ્પલેન્ડર મોટરસાયકલ દોડી જતું દેખાઈ રહ્યું હતું અને તેના પર એક શખ્સ સૂતેલો જોવા મળી રહ્યો હતો. તે વીડિયો પોલીસના ધ્યાનમાં આવ્યા પછી વીડિયોમાં દેખાઈ રહેલા વિસ્તાર અંંગે ચકાસણી શરૂ કરાઈ હતી અને આ રીતે સ્ટંટ કરી અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મુકનાર બાઈકચાલક અંગે તપાસ કરાતી હતી.
તપાસ દરમિયાન જે રોડ પર બાઈક દોડી જતું જોવા મળી રહ્યું હતું તે રોડ લાલપુર બાયપાસ હોવાનું ફલિત થતા પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની કામગીરી હાથ ધરતા જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં સલીમબાપુના મદ્રેસા પાસે રહેતા જાવિદ ખાલીદ ચમડીયા (ઉ.વ.૧૯) નામના શખ્સે આ સ્ટંટ કર્યાનું ખૂલ્યું હતું.
તે પછી પંચકોશી-બી ડિવિઝન પોલીસે આગળ વધારેલી તપાસમાં ગઈ તા.૨૬ની બપોરે ચારેક વાગ્યે જાવિદ ચમડીયાએ લાલપુર બાયપાસથી જામનગર તરફના રોડ પર જીજે-૧૦-બીએન ૪૭૫૦ નંબરનું સ્પલેન્ડર દોડાવી તેના પર સ્ટંટ કર્યાનું ખૂલતા પો.કો. ભયપાલસિંહ જાડેજાએ ખુદ ફરિયાદી બની પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાવિદ ખાલીદ ચમડીયા સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ શખ્સ સામે આઈપીસી ૨૭૯ તેમજ એમ.વી. એક્ટની કલમ ૧૮૩, ૧૮૪ (૩), ૧૮૧ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial