Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સુપર લીગ ફૂટબોલમાં ૬ ટીમની ૧પ મેચ રમાશેઃ રાજ્યમાં ફૂટબોલ ક્ષેત્રે ક્રાંતિ

જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીના માર્ગદર્શન હેઠળ

અમદાવાદ તા. ર૯: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન પ્રમુખ પરિમલ નથવાણીના માર્ગદર્શનમાં ગુજરાત સુપર લિગ ગુજરાતની પ્રથમ ફેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગ તરીકે ઈતિહાસ સર્જી દેશે. રાજ્યમાં ફૂટબોલ રમતની પ્રગતિ યાત્રામાં ગુજરાત સુપર લીગ એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને પણ તેને મંજુરી આપી દીધી છે. આ સુપર લીગમાં છ ટીમો એકબીજા સાથે પંદર મેચોમાં ગળાકાપ સ્પર્ધા કરશે, અને ફાઈનલમાં પહોંચવા એડીચોટીનું જોર લગાવશે.

આ લીગનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ફૂટબોલનું  સ્તર તો ઉપર લાવશે જ, સાથે સાથે સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ઝળકવા માટે પ્લેટફોર્મ પૂરૃં પાડશે. આ લીગમાં ટીમ ઓનર તરીકે (૧) (લોયલ ઈક્વિપમેન્ટ લિમિટેડના અલ્પેશ પટેલ (ર) કે એન્ડ ડી કોમ્યુનિકેશનના કમલેશ ગોહિલ, (૩) રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના પ્રશાંત સંઘવી, (૪) વીવા સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડના સાહિલ પટેલ (પ) ટુવેલ્યુ ગ્રુપના મનિષ પટેલ અને સુહૃદ પટેલ તથા (૬) અક્ષિતા કોટન લિમિટેડના કુશલ એન. પટેલએ તૈયારી દર્શાવી છે. લીગનો ઉદ્દેશ્ય ફૂટબોલ ખેલાડીઓને નાણાકીય રીતે સહાયભૂત થવાનો પણ છે.

જીએસએફએ રિલાયન્સ કપ ઈન્ટર ડિસ્ટ્રીકટ સિનીયર મેન ફૂટબોલ ટુર્નામેન્ટ અને જીએસએફએ સીનિયર કલબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં ઝળકેલા ખેલાડીઓમાંથી બન્ને ટુર્નામેન્ટોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તેવા ૮૪  ખેલાડીઓ સહિત સબસ્ટિટયુટ ખેલાડીઓ આ ૬ ટીમ માટે પસંદ કરાશે. વધુમાં, છેલ્લે અરૂણાચલ પ્રદેશમાં રમાયેલી ૭૭મી સંતોષ ટ્રોફીમાં જે બાર ટીમો રમી હતી તેમાંના ૩૬ ગુજરાત બહારના ખેલાડીઓનો પણ આ ટીમોમાં સમાવેશ થશે. આમ લીગમાં રાજ્યના તથા રાષ્ટ્રના પ્રતિભાવન ખેલાડીઓ જીએસએફએને વધુ ઊંડાણ અને વૈવિધ્ય પ્રદાન કરશે. આ સુપર લીગ માટે તમામ હેડ કોચ તરીકે એએફસી એ સર્ટિફીકેટ ધરાવતા ગુજરાતના કોચ રહેશે અને ટેકનિકલ સ્ટાફ પણ ગુજરાતમાંથી જ રહેશે. આમ, ગુજરાતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય આ સુપર લીગ પાછળ રહેલો છે.

સ્થાનિક ઉભરતા પ્રતિભાશાળી ખેલાડીઓને અનુભવી અને ઘડાયેલા ખેલાડીઓ સાથે રમવાની તક મળે તેવી રીતે ટીમો તૈયાર કરવામાં આવશે. જેની જાહેરાત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. ગુજરાત સુપર લીગની મેચો તા. ૦૧-૦પ-ર૦ર૪ થી તા. ૧ર-પ-ર૦ર૪ સુધી ફીફા પ્રમાણિત ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદમાં રમાડવામાં આવશે. જ્યાં ખેલાડીઓ તેમજ દર્શકો બન્ને રમતનો આનંદ માણી શકે તેમ છે. ગુજરાત સુપર લીગ આ પહેલ સાથે રાજ્યમાં ફૂટબોલને પુનઃ પરિભાષિત કરશે અને નવી પેઢીના રમતવીરોને ભવ્ય ભાવિ તરફ ધપવાની પ્રેરણા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh