Advertisement
Author: નોબત સમાચાર

વીજબીલની બાકી વસૂલાત માટે વીજ ટૂકડીઓ દ્વારા આરંભાઈ કડક કાર્યવાહી

૨૧૩૮ ગ્રાહકોના વીજજોડાણ કાપી નખાયાઃ

જામનગર તા. ૨૯: જામનગર પીજીવીસીએલ દ્વારા જામનગર તેમજ દ્વારકા જિલ્લામાં જે ગ્રાહકોની વીજ બીલની રકમ ભરવાની બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રૂ.૫,૨૦,૦૦,૦૦૦ ની વસૂલાત થઈ ચૂકી છે અને હજુ રૂ.૩૯,૮૪,૦૦,૦૦૦ની વસૂલાત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ૨૧૩૮ ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.

જામનગર શહેરની ૫ીજીવીસીએલ કચેરી દ્વારા જે ગ્રાહકોના વીજબીલ બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે ટીમને મેદાનમાં ઉતારી છે. ૫૦૦થી વધુ ટૂકડીએ ચાર દિવસમાં કરેલી કામગીરી અંતર્ગત ૧૯,૧૧૧ ગ્રાહકોએ પોતાની બાકી રહેલી રૂ.૫,૨૦,૦૦,૦૦૦ની રકમ ભરપાઈ કરી દીધી છે.

તે ઉપરાંત ૨૧૩૮ ગ્રાહકોએ રૂ.૧,૪૪, ૦૦,૦૦૦ની રકમ ભરપાઈ ન કરતા તેમના વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં વીજ કંપનીએ હજુ પોતાના ગ્રાહકો પાસેથી રૂ.૩૯,૮૪,૦૦,૦૦૦ની રકમ વસૂલવાની બાકી છે ત્યારે રજા સહિતના દિવસોમાં પણ બાકી વીજબીલની વસૂલાત માટે વીજ ટૂકડીઓ કાર્યવાહી યથાવત રાખશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh