Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ર૯: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના તમામ હોટલ/ગેસ્ટ હાઉસ ધારકોને દ્વારકાના પ્રાંત અધિકારી એચ.વી. ભગોરીએ ખાસ પોર્ટલ પર નોંધણી કરાવી લેવા સૂચના આપી છે.
દરેક હોટલ/ગેસ્ટ હાઉસ ધારકને 'એનઆઈડીએચઆઈ પ્લસ' પોર્ટલની સેવાનો લાભ લેવા નોંધણીકરાવી લેવા તેમજ તેમના એકમ માટે 'ટ્રાવેલ ફોર લાઈફ' પ્રમાણપત્ર માટે સાઈન અપ કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
એનઆઈ ડીએચઆઈ પ્લસ પોર્ટલ પર ટુરિસ્ટ ડીફબેક અને ફરિયાદ સેવાને પ્રવાસીઓ માટે પ્રમોટ કરવા માટે છે. ડીફબેક એકત્રિત કરી અને પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રવાસન મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન યોજના ર.૦ હેઠળ આ એક પહેલ છે. તેમનો ઉદ્દેશ્ય દ્વારકાની પ્રવાસન સ્થિતિ સુધારવા અને એક મહત્ત્વાકાંક્ષી પર્યટન સ્થળમાં રૂપાંતરિક કરવાનો છે.
પ્રવાસન મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન સ્કીમ ર.૦ હેઠળ પ્રવાસીઓની માહિતી એકત્રિક કરવામાં આવી રહી છે જ ે માહિતી નંબર સંબંધિત છે. દર મહિને તમારા દ્વારા ગુગલ ફોર્મમાં માહિતી દાખલ કરવામાં આવે.
સ્વદેશ દર્શન ર.૦ એ ભારત સરકાર દ્વારા એક મોટી પહેલ છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સૌના સહયોગથી તકો ઊભી કરી શકીએ છીએ, જેથી દ્વારકાને દેશની અંદર એક અદ્ભુત પ્રવાસન સ્થળ બનાવવામાં આવે.
આ એનઆઈ ડીએચઆઈ પ્લસ પોર્ટલ નોંધણી સંબંધિત છે. કોઈપણ એકમ (સંસ્થા) દ્વારા કોઈપણ રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી હોય તો અત્રેની કચેરીનો સીધો સંપર્ક કરી શકો છો. જેથી સત્વરે સંસ્થાની નોંધણી એનઆઈડીએચઆઈ પ્લસ પોર્ટલ પર કરાવવા અપીલ કરવામાં આવે છે, જેથી તમારી માહીતી પોર્ટલ પર દર્શાવી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial