Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી

તાપમાનમાં ર.૪ ડીગ્રીનો વધારોઃ

જામનગર તા. ર૯: જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ર.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. નગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. ગઈકાલે બપોરે જનતાએ વધારે તાપની અનુભૂતિ કરી હતી.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રી ઘટી લઘુતમ તાપમાન રર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા ઘટીને ૯૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh