Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રાસ-ધાક-ધમકી સહન થતા નથી
જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપર ખોટા કામ કરવા માટે આપવામાં આવતા ત્રાસ તેમજ ખોટી ફરિયાદો સામે ટેકનિકલ યુનિયનના નેજા હેઠળ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું અને યોગ્ય પગલા લેવા માંગણી કરી હતી.
જામનગર મહાનગર પાલિકાના ટેકનિકલ યુનિયનના પ્રમુખ ભાવેશ જાનીની આગેવાનીમાં અસંખ્ય સભ્યો દ્વારા ગઈકાલે મ્યુનિ કમિશનરને આવેદન પત્ર પાઠવાયું હતું અને રજુઆત તથા માંગણી કરી હતી કે, જામનગરમાં મહાનગર પાલિકાના અધિકારી, કર્મચારીઓ ઉપર ખોટા કામો કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. ત્રાસ આપી ધાક ધમકી આપવામાં આવે છે અને અધિકારી-કર્મચારીઓનું મોરલ તોડવાનો પ્રયાસ થાય છે.
આ અધિકારીઓ, કર્મચારીઓ મહાનગર પાલિકાની પ્રતિષ્ઠા અકબંધ રહે તે માટે દિવસ-રાત કામ કરે છે.અગાઉ એસ્ટેટ અધિકારીને ધાક-ધમકી આપી કામગીરીમાં વિલંબ ઉભો કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં સિટી ઈજનેર ભાવેશ જાનીને તેની ચેમ્બરમાં ઘુસી જઈ એક લાખનો હપ્તો માંગી ધાક-ધમકી, એટ્રોસીટીની ધમકી આપવાની ચેસ્ટા કરવામાં આવી હતી. આ અંગે મહિલા કોર્પોરેટરના પતિ દિપુ પારીયા સામે ફરિયાદ પણ નોંધાવાઈ છે. અગાઉ વિજય બાબરીયાની બદલી થતાં કાર્યપાલક ઈજનેર મુકેશ વરણવા સામે પણ એટ્રોસીટી અંગેની ખોટી ફરિયાદ અરજી કરવામાં આવી હતી.
આ સિવાય પણ ફિલ્ડમાં કામ કરતા અધિકારી, કર્મચારીઓને યેનકેન પ્રકારે ધાક-ધમકીઓ આપી ખોટા કામો કરવા માટે દબાણ કરવામાં આવે છે. આથી કૌટુંમ્બીક જીવન ઉપર અસર થાય છે. આવી ઘટનાઓ વારંવાર બને નહીં તે માટે યોગ્ય પગલા લેવાની માંગણી પણ આ આવેદનમાં રજુ કરવામાં આવી હતી.
આ આવેદનપત્ર પાઠવતા સમયે અનેક અધિકારીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial