Advertisement
Author: નોબત સમાચાર

છોટાઉદેપુર અને વલસાડ પર છવાયા વાદળો

ઝરમરિયા છાંટા પડ્યાઃ ઠંડકનો અહેસાસ

અમદાવાદ તા. ર૯: છોટાઉદેપુર અને વલસાડ પર વાદળો છવાયા છે અને કેટલાક સ્થળે ઝરમરિયો વરસાદ થતા ઠંડક પ્રસરી છે.

છોટાઉદેપુર અને વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ થયો છે. તેમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા છે.

વહેલી સવારથી જ વાદળછાયું અને ઉકળાટભર્યું વાતાવરણ છે ત્યારે લગભગ ૧૦ મિનિટ જેટલા છાટા પડતા વિસ્તારમાં ભીની માટીની મહેક પ્રસરી છે તેમજ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ઉમરગામ અને આજુબાજુમાં વરસાદ પડ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક તરફ લોકો ગરમીથી ત્રાહિમામ્ થયા છે ત્યારે આજે સવારે વરસાદ આવતા થોડી ઠંડકનો અહેસાસ લોકોને થયો છે.

રાજ્યના ત્રણ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી વટાવી ગયું હોવાનું જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh