Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તારીખ ૭ એપ્રિલથી
જામનગર તા. ર૯: જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે જામનગરના ક્રિકેટ બંગલાના મેદાન પર આગામી તા. ૭ એપ્રિલથી ઓપન ગુજરાત સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટ અંગેની વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઈ સ્વાદીયાએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ બે કેટેગરીમાં રમાશે.
જામનગરના ભૂતપૂર્વ રણજી ખેલાડી સ્વ. રાજેન્દ્રસિંહજી જાડેજાની સ્મૃતિમાં ઓપન કેટેગરીની ટુર્નામેન્ટ રમાશે, જ્યારે ખ્યાતનામ ક્રિકેટ ખેલાડી સ્વ. વામનભાઈ જાનીની સ્મૃતિમાં અંડર-૧૪ ના ખેલાડીઓ માટે ટુર્નામેન્ટ યોજાશે. આ બન્ને કેટેગરીમાં ૪૦-૪૦ ઓવરોના મેચ બીસીસીઆઈ તેમજ આઈસીસીના નિયમોનુસાર લાલ દડાથી રમાશે. દરેક મેચ સવારે ૯ વાગ્યે શરૂ થશે.
ટુર્નામેન્ટમાં ચેમ્પિયન, રનર્સ અપ ટીમને ટ્રોફી ઉપરાંત આકર્ષક રોકડ પુરસ્કાર અપાશે તેમજ વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓને પણ ઈનામો આપવામાં આવશે.
આ સમગ્ર ટુર્નામેન્ટના ચેરમેન તરીકે પૂર્વ રણજી ખેલાડી કશ્યપભાઈ મહેતા રહેશે, જ્યારે સેક્રેટરી તરીકે ભરતભાઈ મથ્થર રહેશે. આ ઉપરાંત એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. બન્ને કેટેગરીમાં ૩ર ટીમો ભાગ લેનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial