Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના સોયલ અને બેડ ટોલનાકે ટેક્સ ચૂકવવો ફરજિયાતઃ વૈકલ્પિક બાયપાસ સામે તંત્રની તાકીદ

નકલી ટોલનાકા કે તે પ્રકારની સવલત આપનાર સામે કડક પગલાં: જાહેરનામું

જામનગર તા. ર૯: જામનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

કેન્દ્ર સરકારના વાયેબલિટિટી ગેપ ફંડીંગ યોજના હેઠળ સમાવિષ્ટ એલ. એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલ-વે લિમિટેડને નિયત કરેલા વાહનો પાસેથી નિયમ કરેલ ચાર્જ વસૂલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોળ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે.

ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શિયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહનધારકો સરકારના જાહેરનામાનો અમલ ના કરીને નિયમ ટોલ ચાર્જની ચૂકવણી કરતા નહીં હોવાના બનાવો બનેલા છે. તેમજ ગુનેગારો ગુનાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજ્ય બહાર પણ નાસી જતા હોય છે. જિલ્લાના ટોલનાકાઓ ઉપર સીસી ટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, પરંતુ કેટલાક લોકો ટોલ પ્લાઝાના નજીકમાં આવેલી તેમની જમીનમાં થઈને વાહનોને ટોલગેટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પૂરી પાડે છે. તેથી આવા બનાવો નિવારી શકાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું  છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્સ ચૂકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલપ્લાઝાની નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા રાજ્ય સરકારે કરેલો ટોલ ટેક્સની ચૂકવણી પછી તેની પહોંચ મેળવી લેવી.

જો નિયમાનુસાર મુક્તિ મળવા પાત્ર હોય, તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી, એજન્ટ કે નોકરને બતાવીને તે પછી જ ટોલનાકું પસાર કરવું.

આ ટોલનાકાઓ નજીક આવેલી જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઈ પસાર થઈ શકે તેવો કોઈપણ બાયપાસ પ્રકારનો રસ્તો વાહનચાલકોને પૂરો પાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાઓથી જે વાહનોને ટોલટેક્સ ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય, તો તેવા વાહનાચાલકોને આ જાહેનામાની જોગવાઈ લાગુ પડશે નહીં. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા. ર૬-પ-ર૦ર૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડ અથવા હુકમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ૪પમા અધિનિયમની કલમ ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

ઉલ્લેખનિય છે કે નકલી ટોલનાકું પકડાયા પછી તંત્રો વધુ સાબદા બન્યા છે અને જાહેરનામાઓનો કડક અમલકરવામાં આવી રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh