Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજાશે
જામનગર તા. ર૯: જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ આયામ દ્વારા આવતીકાલથી બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ જોગી આશ્રમ ઠેબા પાસે યોજાશે. આ વર્ગમાં યુવાનો લાઠીદાવ જેવા વિષયોનું પ્રશિક્ષણ મેળવશે.
વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ દ્વારા તા. ૩૦ અને તા. ૩૧ ના જોગી આશ્રમ ઠેબા ગામ પાસે બજરંગદળના યુવા કાર્યકર્તાઓ માટે બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં આશરે ૧૩૦ જેટલા બજરંગદળના યુવાનોને યોગ, કસરત, અને લાઠીદાવના વિષયોની તાલીમ આપવામાં આવશે.
બજરંગદળના આ વર્ગમાં યુવાનોને શારીરિક પ્રશિક્ષણની સાથે સાથે વિશ્વ પરિષદના અધિકારીઓ દ્વાર બૌધિક વકતવ્યો આપવામાં આવશે. આ વર્ગનું ઉદ્ઘાટન સત્ર તેમજ સમાપન સત્રમાં વિવિધ અધિકારીઓ, ઉપસ્થિત રહેશે અને યુવાનોને માર્ગદર્શન આપશે તેવું હિન્દુ પરિષદના જામનગરના જિલ્લા મંત્રી હેમંતસિંહ જાડેજાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial