Advertisement
Author: નોબત સમાચાર

વાંક કાઢી પતિ સહિતના છ સાસરિયાએ ત્રાસ આપી મારકૂટ કર્યાની પરિણીતાની રાવ

ચાર વર્ષ પહેલાં લગ્ન થયા પછી વર્તાવાયો ત્રાસઃ

જામનગર તા. ૨૯: જામનગરના એક યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલાં કરવામાં આવ્યા પછી પતિ સહિતના છ સાસરિયાએ તેણીને નાની બાબતોમાં વાંક કાઢી ગાળો ભાંડ્યા પછી મારકૂટ કરતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૦માં રહેતા માનસીભાઈ મહેશભાઈ મંડલી (ઉ.વ.ર૧)ના લગ્ન ચાર વર્ષ પહેલાં જામનગર નજીકના દરેડમાં આવેલી માધવ ટાઉનશીપમાં રહેતા વિશાલ ભરતભાઈ કામળીયા સાથે થયા પછી બે-ત્રણ મહિના સારી રીતે રાખ્યા પછી પતિ સહિતના સાસરિયાઓએ નાની વાતોમાં વાંક કાઢી મેણાટોણા મારવાનું શરૂ કર્યું હતું.

આ પરિણીતાને પતિ વિશાલ, સસરા ભરતભાઈ ગોવિંદભાઈ, સાસુ સરોજબેન, દિયર હિરેન તેમજ રડાર રોડ પર રહેતા મામાજી સાગર બટુકભાઈ અને નાનાજી બટુકભાઈ લાડવાએ ગાળો ભાંડી મારકૂટ પણ કરતા કંટાળી ગયેલા માનસીબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે પતિ સહિતના છ સાસરિયા સામે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh