Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા.૫મી એપ્રિલે વિવિધ કેમ્પો યોજાશેઃ
જામનગર તા. ૨૯: ગાયત્રી શક્તિપીઠ, જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ, રાજકોટના ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ, બીપી, ડાયાબિટીસ, એક્યુપ્રેશર તથા દંત ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા.૫-૪-૨૪ના સવારે ૯થી ૧૨ ગાયત્રી શક્તિપીઠ, ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ્ પેટ્રોલ પંપની પાછળ, સરૂ સેકશન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ, રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે.
આ દિવસથી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે તેમજ લાયન્સ કલબ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બીપીની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દી માટે ડો. કુંજનબેન પટેલ (બીડીએસ) સેવા આપશે તો ઉપરોેક્ત કેમ્પનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે.
દર મહિનાની તા.૫ના નેત્ર નિદાન કેમ્પ નિશ્ચિત હોય છે. તેમજ રાજકોટ જનાર દર્દીને શક્તિપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial