Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના મહાદેવીયા પાસે હુમલો કરવા માટે રાહ જોતા દસની અટકાયત

બઘડાટી બોલે તે પહેલાં પહોંચી ગઈ પોલીસઃ

જામનગર તા. ૨૯: કલ્યાણપુરના મહાદેવીયા ગામ પાસે મંગળવારે સવારે દસ શખ્સ ધોકા, પાઈપ વગેરે ધારણ કરી એક વ્યક્તિની રાહ જોતા હતા ત્યારે પહોંચી ગયેલી પોલીસે આ તમામ વ્યક્તિઓને અટકાયતમાં લઈ ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામમાં રહેતા સામતભાઈ ધાનાભાઈ કરંગીયા મંગળવારે સવારે પોતાની મોટરમાં ભાટીયાથી આવતા હતા ત્યારે તેઓની સાથે ઝઘડો કરવાના ઈરાદાથી વેજા માંંડા કરંગીયા, રામશી મૂળુભાઈ કરંગીયા, પબુ આલાભાઈ કરંગીયા, સાજણ કરશનભાઈ કરંગીયા, રામદે મશરીભાઈ કરંગીયા, માંડા હમીરભાઈ, આલા કરશનભાઈ, હેમત આલાભાઈ, દેવા કારાભાઈ તથા ગોવા કારાભાઈ કરંગીયા નામના દસ વ્યક્તિ હથિયારો ધારણ કરીને ઉભા હતા.

અહીં માથાકૂટ થવાની છે તેવી બાતમી મળતા કલ્યાણપુરના પીએસઆઈ યુ.બી. અખેડ, કે.પી. ઝાલા સહિતનો પોલીસ કાફલો ધસી ગયો હતો. ત્યાંથી આ શખ્સોની ધોકા-પાઈપ સાથે અટકાયત કરી લેવામાં આવી હતી.

તે દરમિયાન સામતભાઈ કરંગીયાએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, વેજા માંડા કરંગીયાએ ફોન કરીને ધૂળ ઉડવા બાબતે ગાળો ભાંડી હતી. તે પછી ઉપરોક્ત દસેય શખ્સ મંડળી રચી રસ્તામાં ઉભા રહી ગયા હતા અને ત્યાંથી સામતભાઈ નીકળે ત્યારે હુમલો કરવાનો ઈરાદો ધરાવતા હતા. પોલીસે આઈપીસી ૧૪૩, ૧૪૪, ૫૦૪, ૫૦૬ (ર), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh