Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેડ ઝોનમાં-૧૧ર તથા યલો ઝોનમાં ૪ર સ્થળો
જામનગર તા. ર૯: જામનગર જિલ્લાના સંવેદનશીલ ૧પ૪ સ્થળોએ ડ્રોનના ઉપયોગ માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર ઓઈલ રિફાઈનરી, જી.એસ.એફ.સી. એરફોર્સ, આઈ.એન.એસ. વાલસુરા, આર્મી હેક્વાર્ટર સહિત રેડ ઝોનમાં ૧૧ર તથા યલો ઝોનમાં ૪ર સ્થળોનો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી તથા જી.એસ.એફ.સી. એરફોર્સ, આઈ.એન.એસ. વાલસુરા, આર્મી, હેડક્વાર્ટર, એરફોર્સ સ્ટેશન સમાણા વગેરે જેવા અતિ સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે.
જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ ૧પ૪ ક્રિટિકલ/સ્ટ્રેટેજિકલ) મહત્ત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સને રે ઝોન, યલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં ૧૧ર તથા યલો ઝોનમાં ૪ર ઈન્સ્ટોલેશન્સ આવેલ છે જે સ્થળોએ ડ્રોનના ઉપયોગ સંબંધે અધિક કલેક્ટર બી.એન. ખેર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા છે. આ જાહેરનામું તા.રપ-પ-ર૦ર૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ (૪પ મા અધિનિયમ) ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial