Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંજાવર હોવાનું પોલીસ પૂછપરછમાં ખૂલ્યું:
જામનગર તા. ૨૯: જામનગરના દરિયામાં આવેલા પિરોટન ટાપુ પર ગઈકાલે એક શખ્સ જતાં તેની સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. ટાપુ પર આવેલી દરગાહમાં આ વ્યક્તિ મુંજાવર હોવાનું બહાર આવ્યું છે.
જામનગર નજીકના બેડીમાં દરિયામાં ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં હેકો સૂર્યરાજસિંહ તથા રાજેન્દ્રસિંહને પિરોટન ટાપુ પાસે એક શખ્સ જોવા મળતા તેને અટકાયતમાં લેવાયો હતો.
પોલીસ મથકે આ શખ્સને ખસેડી પૂછપરછ કરાતા બેડીના થરી વિસ્તારમાં રહેતા હુસેન ઓસમાણ ચૌહાણ ઉર્ફે વલો વાઘેર નામનો આ શખ્સ પિરોટન ટાપુ પર આવેલી દરગાહનો મુંજાવર હોવાનું અને ગઈકાલે દરગાહે આવ્યો હોવાનું ખૂલ્યું છે. આ વ્યક્તિએ નાયબ વન સંરક્ષકની મંજૂરી મેળવી ન હતી અને પિરોટન ટાપુ પર પ્રવેશ કરવા સામે પ્રતિબંધ મૂકતું જાહેરનામુ હોવા છતાં ત્યાં પ્રવેશ કર્યાે હોવાથી તેની સામે જાહેરનામા ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે. પીએસઆઈ વી.એસ. પોપટ તથા સ્ટાફે તેની પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial