Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસીકરણ વિશે સમજણ આપી ગેરમાન્યતા દૂર કરાઈઃ
જામનગર તા. ૨૯: કાલાવડ તાલુકાના ભલસાણ ગામે રહેતા ખેત શ્રમિક રાકેશભાઈ ગણાણા અને સુમિત્રાબેન ગણાણા ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તાજેતરમાં તેમના ઘરે બાળકનો જન્મ થયેલ. જન્મ બાદ ર૪ કલાકની અંદર બાળકને પોલીયો બીસીજી, વિટામિન કે અને હિપેટાઈટિસ બી વેક્સીન આપીને બાળકને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હતું.
ભલસાણ ગામના નજીકના પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરે પ્રાથમિક દૃષ્ટિએ જોતા (એફી) જેવો કેસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ ખેત શ્રમિક પરિવારને જામનગરમાં ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં દાખલ થવા માટે આરોગ્ય કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું હતું.
ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં દાખલ થયાના બે દિવસ બાદ લાભાર્થી પોતાના ગામે પરત ફર્યા હતાં. આ તમામ બાબત જિલ્લા આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએથી જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. નૂપૂર પ્રસાદ, ડીપીસી શ્રી યગ્નેશ ખારેચા, ડીપીએચએન જયાબેન રાઠોડ, પીએમએ વિજય જોષીભાઈ તેમજ અન્ય સ્ટાફ ગણ દ્વારા ખેત શ્રમિકના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને તેમની રસીકરણ અંગેની ગેર માન્યતા દૂર કરીને સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી હતી. આ સરળ સમજુતી મળવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું છે. તેને હાલમાં કોઈ જ તકલીફ નથી, તેમજ બાળકના પરિવારજનોની ગેર માન્યતા પણ સાથોસાથ દૂર થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial