Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતા રામબાઈ જન્મજયંતી નિમિત્તે
જામનગર તા. ૨૯: જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા તથા ડોકટર સેલ દ્વારા વિરાણી બેકબોન હોસ્પિટલ કાલાવડમાં યોજાયેલા મહિલા મેડિકલ કેમ્પ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગોમતીબેન ચાવડા, જિલ્લા ભાજપ અ. જા.મોરચા પ્રમુખ ચાવડા, હીરજીભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, જિલ્લા ભાજપ અ.જા.મોરચા મહામંત્રી મનોજભાઈ પરમાર, જિલ્લા ભાજપ અ.જા. મોરચા મહામંત્રી ગોવિંદભાઈ ખરા, કાલાવડ શહેર હસમુખભાઈ વોરાના હસ્તે દિપ પ્રગટાવીને કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. સગર્ભા મહિલા ધાત્રી બહેનોને પોષક નાસ્તાની કીટ આપવામાં આવી હતી અને મેમોગ્રાફી દર્દીઓને સારવાર માટે આગળ સ્ટીટમેટ લેવા માટે સલાહ સૂચન કર્યું છે.
આ કેમ્પમાં હોદ્દેદારો અને અગ્રણીઓ હીનાબેન રાખોલીયા, ગીતાબેન મુંગરા, ત્રિકમભાઈ રાખસીયા, સોનલબેન ચૌહાણ, ભોવાનભાઈ કટારીયા, મંત્રી ધીરૂભાઈ પાદ્રેસા, કાનભાઈ રાઠોડ, રમેશભાઈ સોલંકી, નરેશભાઈ સિંગલ, ભરતભાઈ ધમ્મર, સુરેશભાઈ શુકલ મહેશભાઈ મકવાણા, જેન્તીભાઈ સોંદરવા, રમણીકભાઈ મહિડા, પ્રવિણભાઈ પરમાર, ભાનુબેન જેપાર, ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ સફળ બનાવવા જિલ્લા ભાજપ અ.જા. મોરચા મહામંત્રી મનોજભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી, તેમ જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial