Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં રોકાણના નામે જામનગરના રોકાણકારોને નવડાવી નખાયાની ફરિયાદ

પાંચ લાખ રોકનાર આસામીએ પોલીસમાં નાખી ધાઃ

જામનગર તા. ૨૯: જામનગરના કેટલાક રોકાણકારોને દર મહિને સારૂ એવું વળતર અપાવવાની લાલચ આપી શેરબજારનું કામ કરતી એક પેઢીએ ઓફિસ ખોલ્યા પછી રોકાણકારોને નવડાવી દેતા તે પેઢીમાં રૂ.પ લાખનું રોકાણ કરનાર એક રોકાણકારે તમામ રોકાણકારો વતી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહેવાતી કંપનીના ચાર સંચાલક સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શુભમ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા કેયુરભાઈ વિજયભાઈ સુરેલીયા તથા અન્ય આસામીઓને બેએક વર્ષ પહેલાં ક્રેડીટ બુલ્સ નામની કંપનીના કેટલાક સંચાલકોનો ભેટો થયો હતો.

શહેરના અંબર સિનેમા સામે નિઓ એટલાન્ટિક બિલ્ડીંગમાં ૪૧૨ નંબરની ઓફિસમાં આ કંપનીની કચેરી શરૂ કરવામાં આવી હતી. જેમાં તે કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ધવલ દિનેશભાઈ સોલાણી તેમજ કંપનીના પાર્ટનર ફરઝાના ઈરફાન શેખે રોકાણકારોને દર મહિને સારૂ એવું વળતર મળી શકે છે તેમ કહી રોકાણ કરવા માટે લાલચ બતાવી હતી. તેથી કેયુરભાઈએ પોતાની રૂ.પ લાખની મૂડી ક્રેડીટ બુલ્સ કંપનીમાં રોકી હતી અને અન્ય રોકાણકારોએ પણ લાલચમાં ફસાઈને જુદી જુદી રકમનું રોકાણ કર્યું હતું.

ત્યારપછી કંપની દ્વારા આપવામાં આવેલી મુદ્દત પૂર્ણ થયા પછી પણ કેયુરભાઈને કે અન્ય રોકાણકારોને તેમની રકમ પરત મળી ન હતી અને વળતર પણ ચુકવાયું ન હતું. આથી રોકાણકરોએ ઉચ્ચક શ્વાસે તપાસ કરાવતા તેઓએ ક્રેડીટ બુલ્સ કંપનીના જે બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી તે રકમ ઉપાડી લેવાઈ હોવાનું અને રોકાણકારો સાથે છેતરપિંડી આચરાયાનું ખૂલ્યું છે. રોકાણકારો વતી કેયુરભાઈએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ કંપનીના સીઈઓ ધવલ સોલાણી, ભાગીદાર ફરઝાના શેખ ઉપરાંત કંપનીના હ્યુમન રિસોર્સીસ ઓફિસર યશ દિનેશભાઈ સોલાણી, રિજીયોનલ હેડ પંકજ પ્રવીણભાઈ વડગામા સામે પોલીસે આઈપીસી ૪૨૦, ૧૨૦ (બી) હેઠળ ગુન્હો નોંધ્યો છે અન આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh