Advertisement
Author: નોબત સમાચાર

આમ આદમી પાર્ટીએ આદર્યું 'કેજરીવાલને આશીર્વાદ' અભિયાન

પતિની ગેરહાજરીમાં સુનિતા કેજરીવાલે સંભાળ્યો મોરચોઃ

નવી દિલ્હી તા. ર૯: લિકર પોલિસી કાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પત્નીએ 'કેજરીવાલને આશીર્વાદ' અભિયાન આદર્યું છે.

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછીથી આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. કેજરીવાલ વતી હવે તેમની પત્ની સુનિતા કેજરીવાલ મોરચો સંભાળતા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર તેમણે નવો વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહેલા નવા અભિયાન વિશે માહિતી આપી હતી.

સુનિતા કેજરીવાલે સૌને મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનને સાંભળવાની અપીલ કરી હતી અને તેની સાથે તેમણે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા નવા અભિયાન કેજરીવાલને આશીર્વાદની માહિતી આપી હતી. લોકોને તેની સાથે જોડાવા અપીલ કરતા તેમણે એક નવું વોટ્સએપ નંબર જાહેર કર્યું હતું. જેના પર લોકોને મેસેજ મોકલવા અપીલ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ગઈકાલે અરવિંદ કેજરીવાલને રાઈઝ એવન્યુ કોર્ટે ફરી એકવાર ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતાં. કેજરીવાલના રિમાન્ડમાં ચાર દિવસનો વધારો કરતા તેમને ૧ એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતાં. તેમના પર ઈડીએ ૧૦૦ કરોડથી વધુના દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ મૂક્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh