Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોગેશ્વરનગરમાંથી પાંચ મહિલા સહિત છ પકડાયાઃ
જામનગર તા. ૨૯: જામનગરના યોગેશ્વરનગરમાં જાહેરમાં તીનપત્તી રમતા પાંચ મહિલા સહિત છને પોલીસે પકડી પાડ્યા હતા. રામનગરમાં એક મકાનમાં જામેલી જુગારની મહેફિલમાંથી ચાર મહિલા સહિત છ ગંજીપાનાથી જુગાર રમતા પકડાયા હતા. આંબેડકર બ્રિજ નીચેથી ત્રણ શખ્સને ગંજીપાના કૂટતા પકડી પડાયા હતા.
જામનગરના યોગેશ્વરનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના રવિરાજસિંહ એ. જાડેજા, વિક્રમસિંહને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.એમ. રાઠોડના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાઠોડ નકુલભાઈ પરસોત્તમભાઈ, જયોતિબેન રમેશભાઈ મેંઢ, રેખાબેન જયંતિભાઈ દાવડા, વર્ષાબેન ભરતભાઈ સોલંકી, હમીદાબેન અબ્દુલભાઈ જામ, શોભનાબેન દિલીપભાઈ રોરીયા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૨૮૪૦ રોકડા કબજે કર્યા છે.
જામનગરના વુલન મીલ ફાટક નજીક આંબેડકર બ્રિજ નીચે જુગાર રમાતો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના ખીમશીભાઈ, વનરાજ ખવડને મળતા પીઆઈ જે.વી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ વી.બી. બરબસીયાના વડપણ હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તીનપત્તી રમતા રમેશ કેશુભાઈ રાઠોડ, ધાનાભાઈ રામશીભાઈ માડમ ઉર્ફે ભૂપત, મધુભાઈ રામાભાઈ સાગઠીયા નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૦૦૨૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ગોકુલનગર પાસે રામનગરમાં એક મકાનમાં ગઈકાલે સાંજે મહેફિલ જામી હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના યશપાલસિંહ, હોમદેવસિંહ, હર્ષદ પરમારને મળતા ત્યાં આવેલા માલદેભાઈ આલાભાઈ ચાવડાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તે મકાનમાં માલદેભાઈને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા રામભાઈ પોલાભાઈ વસરા, આશાબેન કેશુભાઈ મોઢવાડીયા, સતીબેન માલદેભાઈ ચાવડા, દક્ષાબા જબ્બરસિંહ રાઠોડ, શાંતાબેન પરસોત્તમભાઈ શેઠીયા નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૭,૬૩૦ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial