Advertisement
Author: નોબત સમાચાર

ત્રીસમી માર્ચે પરીક્ષા કેન્દ્રો નજીક ઝેરોક્ષ પર પ્રતિબંધ

જામનગર તા. ર૯: જામનગરમાં તા. ૩૦ માર્ચના યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા છે.

આગામી તા. ૩૦-૩-ર૦ર૪ ના શનિવારના સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.

પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો એન તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્ષ-કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા. ૩૦-૩-ર૪ ને શનિવારના બપોરના ર કલાકથી સાંજના ૬ કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા પર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, અન્ય ઈલેકટ્રોનિક ઉપકરણો તેમજ અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh