Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા એક દાયકામાં હીટવેવથી પ્રભાવિત રાજ્યોમાં ૩પ ટકાનો વધારોઃ ધોમધખતો તાપ
નવી દિલ્હી તા. રપઃ દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે, અને રાજ્યોમાં એલર્ટ અપાયું છે. અત્યાર સુધીમાં ૬૦ ના મોત થયા છે, જ્યારે હીટ સ્ટ્રોકના ૧૬ હજારથી વધુ કેસ નોંધાયા છે.
પૃથ્વીના વધતા તાપમાનને કારણે છેલ્લા ૧૦ વર્ષમાં હીટ વેવથી પ્રભાવિત રાજ્યોની સંખ્યામાં ૩પ ટકાનો વધારો થયો છે, અને તેની સંખ્યા ર૩ પર પહોંચી ગઈ છે. ભારતમાં હીટસ્ટ્રોકના ૧૬,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે. રાજસ્થાનના ફ્લોદીમાં પારો ૪૯ ડીગ્રીએ પહોંચ્યો છે.
હાલમાં ગરમીના મોજાના દિવસોની સંખ્યામાં ચારગણો વધારો થયો છે. ભારતીય હવામાન વિભાગ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝના સંયુક્ત અહેવાલમાં આ માહિતી સામે આવી છે.
દેશમાં આ દિવસોમાં ગરમીનું મોજું તબાહી મચાવી રહ્યું છે. ૧ માર્ચથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ત્રણ મહિનામાં દેશમાં ગરમીના કારણે ૬૦ લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન હીટસ્ટ્રોકના ૧૬,૩૪૪ કેસ નોંધાયા હતાં. તેમાંથી રર મે ના ૪૮૬ કેસ જોવા મળ્યા હતાં.
કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ અંતર્ગત ગરમી સંબંધિત રોગો પર નજર રાખવામાં આવે છે. મળેલી માહિતી અનુસાર દેશમાં રાઉન્ડ ધ ક્લોક હીટસ્ટ્રોક અને મૃત્યુ કેસ નોંધાઈ રહ્યા છે.
દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં ચાલી રહેલી ગરમીના મોજાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે, હીટ વેવ અને હીટસ્ટ્રોકના કેસોનો સામનો કરવા માટે હોસ્પિટલોમાં તમામ વ્યવસ્થા કરવામાં આવે. ભારે ગરમીના કારણે રાજસ્થાનમાં તાપમાનનો પારો રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. શુક્રવારે ફ્લોદીમાં મહત્તમ તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે જ સમયે રાજસ્થાનમાં ગરમીના કારણે વધુ ૬ લોકોના મોત થયા છે.
તબીબી વર્તુળોએ જણાવ્યું કે, ઉત્તર ભારતના રાજ્યોમાં વધતી ગરમીને કારણે જઠરાગ્નિ વિકૃતિઓ અને શ્વાસ સંબંધી રોગોની ફરિયાદ કરનારા દર્દીઓમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ગરમીના કારણે લોકો હીટસ્ટ્રોક અને શરીરના ખેંચાણની ફરિયાદ કરી રહ્યા છે. તબીબોએ હીટસ્ટ્રોકથી બચવા માટે પૂરતું પાણી પીવા અને શરીરને ઠંડુ રાખવાના ઉપાયો કરવાની સલાહ આપી છે.
હીટવેવની શારીરિક અસરો
ભારતીય હવામાન વિભાગએ ચેતવણી આપી છે કે, રાજસ્થાન, વિદર્ભ, મધ્યપ્રદેશ, પંજાબના ભાગો, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને દિલ્હીના ભાગોમાં ર૭ મે સુધી હીટ વેવની સ્થિતિ યથાવત્ રહેશે. હીટસ્ટ્રોક દરમિયાન શરીર વધુ પડતું ગરમ થઈ જાય છે. જેના કારણે મગજ, લીવર અને કિડની જેવા મહત્ત્વના અંગોની સામાન્ય કામગીરી ખોરવાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન શરીરના તાપમાનમાં વધારો, સુસ્તી, નબળાઈ અને મોંમાં શુષ્ઠતા જોવા મળે છે.
જનજીવન પ્રભાવિત
રિપોર્ટ અનુસાર વર્ષ ર૦રર માં શરુઆતી હીટ વેવની શક્યતા ૩૦ ગણી વધારે હતી. આ વર્ષ પાંચમું સૌથી ગરમ વર્ષ હતું, જ્યારે ર૦ર૩ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. ર૦૧પ અને ર૦ર૪ ની વચ્ચે દેશમાં ભારે ગરમીથી પ્રભાવિત રાજ્યોની સંખ્યા ૧૭ થી વધીને ર૩ થઈ ગઈ છે. રાજ્યોની આ યાદીમાં અરૂણાચલપ્રદેશ, તમિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના નામ સામેલ કરવામાં આવ્યા છે, જ્યાં મેદાની રાજ્યોની જેમ જ કાળઝાળ ગરમી અને ગરમ પવનોને કારણે જનજીવન ખૂબ પ્રભાવિત થઈ રહ્યું છે.
ક્લાઈમેટ ચેઈન્જની અસર
રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ ગરમીનું વલણ હવામાન પરિવર્તનની અસરોને સાબિત કરે છે. ર૦૧૪ પહેલા, તમિલનાડુ અને કેરળ જેવા દરિયાકાંઠાના રાજ્યો અને હિમાચલ અને અરૂણાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યો ગરમીના મોજાથી પ્રભાવિત થયા ન હતાં, પરંતુ છેલ્લા કેટલાક વર્માં ખાસ કરીને કોરોના પછી ર૦ર૧ અને ર૦ર૩ વચ્ચે હવામાનમાં ઝડપથી ફેરફાર થયો છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટએ તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે ર૦ર૩ માં ૩ર૦ દિવસ ગરમીનું મોજું રહ્યું જે ર૦ર૩ માં ર૦૩ દિવસ હતું, જ્યારે ર૦૧૪ અને ર૦ર૩ ની વચ્ચે રાષ્ટ્રીય સ્તરે ગરમીથી પ્રભાવિત દિવસોની સરેરાશ સંખ્યા ૭.૪ થી વધીને ૩ર.ર દિવસ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial