Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૂતરાને ન મારવાનું કહેતા દંપતી પર હલ્લોઃ
જામનગર તા. ૨૫: જામનગરના જડેશ્વર પાર્કમાં બાઈકસવાર બે વ્યક્તિને ધીમુ વાહન ચલાવવાનું કહેવાતા એક યુવાન પર ચાર શખ્સે હલ્લો કર્યાે હતો. ઉપરાંત ભાણવડમાં એક મહિલાને જમીનના ભાગ બાબતે તેમના જ કુટુંબના એક મહિલાએ ધોકો ફટકાર્યાે હતો. દ્વારકામાં કૂતરાને પથ્થર મારવાની બાબતે દંપતી પર એક મહિલા સહિત ત્રણે પાઈપવાળી કરી હતી.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા જડેશ્વર પાર્કમાંથી ગઈકાલે સાંજે નંદનવન પાર્કમાં પરિવાર વિલા એપાર્ટમેન્ટમાં રહેતો સોલંકી મીતપાલસિંહ અનિરૂદ્ધસિંહ નામનો યુવાન પોતાના બાઈક પર જતો હતો ત્યારે પાછળથી બીજા બાઈકમાં આવેલા અને ત્યાં જ સાંઈબાબાના મંદિર નજીક વસવાટ કરતો હર્ષ હિતેશભાઈ નંદા તથા દીપ નામના શખ્સો આવ્યા હતા.
આ શખ્સોએ વધુ સ્પીડમાં બાઈક ચલાવવા ઉપરાંત હોર્ન વગાડતા તેને બાઈક ધીમુ ચલાવવાનું મીતપાલે કહેતા ઉશ્કેરાયેલા હર્ષ તથા દીપે ગાળો ભાંડી ઝઘડો કર્યાે હતો અને હર્ષે કપાળમાં કડુ ઝીંક્યું હતું. ત્યારપછી ધસી આવેલા હિતેશભાઈ નંદા અને મહેશ હિતેશભાઈ નંદાએ પકડી રાખી મીતપાલને છરીથી ઈજા પહોંચાડી હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મીતપાલસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સામે ગુન્હો નોંધ્યો છે.
ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામમાં આવેલી ખેતીની એક જમીનના ભાગ બાબતે શાંતિબેન જગદીશભાઈ નંદાણીયા તથા મોતીબેન માલદેભાઈ નંદાણીયા વચ્ચે મ મનદુખ ચાલે છે. તે દરમિયાન ગઈકાલે સવારે શાંતિબેન પોતાના ખેતર પાસે નદીના કાંઠે પાણી ભરતા હતા ત્યારે તેના પર ધોકાથી મોતીબેને હુમલો કરી માર માર્યાે હતો. ભાણવડ પોલીસ સ્ટેશનમાં શાંતિબેને ફરિયાદ કરી છે.
દ્વારકા શહેરમાં ગુજરાતી ધર્મશાળા સામે રહેતા મોદી વિનોદભાઈ નંદલાલે પોતાના ઘર પાસે ગયા મંગળવારની રાત્રે કૂતરાને જમવાનું આપતા પાડોશમાં રહેતા બટુકભાઈ નાથાભાઈ વિઠ્ઠલાણીએ ગાળો ભાંડી કૂતરા પર પથ્થર ફેંકયો હતો. તેમ કરવાની ના પડાતા બટુક તેમજ હીરેન નાથાલાલ, ગીતાબેન બટુકભાઈએ ગાળો ભાંડી પાઈપ, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર વિનોદભાઈના પત્ની હર્ષાબેનને પણ ઈજા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial