Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ડેન્ટલ કોલેજ-હોસ્પિટલમાં રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડીયોલોજી દિવસ ઉજવાયો

તબીબોએ વિવિધ કોલેજોમાં તમાકુની આડઅસર જણાવીઃ

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સંસ્થાના ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. રીટા ઝા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ઓરલ મેડિસિન અને રેડિયોલોજી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત યુથ અવેરનેસ ડ્રાઈવ, ડેન્ટલ ડમ શરાઝ સ્પર્ધા તથા ઓરલ મેડિસિનના નિષ્ણાત અમદાવાદના પ્રસિદ્ધ ડો. ભાવિન દુધિયા દ્વારા લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત વિભાગના ડોકટરો દ્વારા જામનગરની ડીકેવી આર્ટસ તથા સાયન્સ કોલેજ, એસવીઈટી પોલિટેકનીક કોલેજ, ફિઝીયોથેરાપી અને નર્સિંગ કોલેજની મુલાકાત લઈ ત્યાંના છાત્રોમાં તમાકુની આડઅસર વિશે જાગૃતતા ફેલાવવા લેકચર તથા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીને સફળ બનાવવા સંસ્થાના વડા ડો. નયના પટેલ તેમજ વિભાગના ડો. યેશા જાની, ડો. માનસી ખત્રી, ડો. અભિષેક નિમાવત, ડો. કાજલ શીલુ તથા ડો. ફોઝીયા પઠાણે જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh