Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરમાં ઠેર-ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિઃ વિશેષ સાડી પહેરીને ૧૦૦ થી વધુ બહેનો જોડાઈ
જામનગર શહેરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે. જેમાં ૧૦૦ થી વધુ બહેનો જોડાયા હતાં. જામનગર રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ચાલતા પંદર દિવસીય પ્રવેશ શિક્ષા વર્ગ દરમિયાન ગઈકાલે પથ સંચાલનનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજે ૬ વાગ્યે પથ સંચાલનનો પ્રારંભ થયો હતો. રણજીતનગરથી પ્રારંભ થયા પછી પટેલ સમાજ, જુનો હૂડકો, નવાનગર બેંક સામેની શેરી, રૂપિયાના સિક્કાવાળું સર્કલ, લીલા શાહ ધર્મશાળા, ભગવતી હોસ્પિટલ, એસ.ટી. રોડ થઈ પટેલ સમાજ પાસે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ પથ સંચાલનમાં ઠેર ઠેર ભગવા ધ્વજ ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. સફેદ અને શ્યામ ગુલાબી પટાવાળી સાડી ડ્રેસમાં સજ્જ ૧૦૦ થી વધુ બહેનો પથ સંચાલનમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial