Advertisement
Author: નોબત સમાચાર

વરસાદી ૫ાણીનો નિકાલ ભૂગર્ભ ગટરના મેઈન હોલ અને ચેમ્બરોના ગટરના ઢાંકણા ખોલીને નહીં કરવા અનુરોધ

જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન

જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર કાર્યરત કરવામાં આવેલ છે, ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતી અને સલામતીના ભાગરૂપે શહેરની જનતાને મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, વરસાદી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખોલવા નહીં.

જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટર કાર્યરત હોય તેના ઉંડાણવાળા મેનહોલો અને ચેમ્બરોના ઢાકણાઓ ચોમાસાની ઋતુ દરમ્યાન અને ચાલુ વરસાદે ન ખોલવા કારણ કે,ચાલુ વરસાદે ઢાંકણા ખોલવાથી અકસ્માત થવાની તેમજ અકસ્માતે મૃત્યુ થવાની સંભાવના રહે છે. તેમજ વરસાદી પાણી ની સાથે સાથે માટી તથા કચરો ભૂગર્ભ ગટરમાં જવા પામે છે .અને તેના કારણે ભૂગર્ભ ગટર ચોક અપ થવા ના અને નુકસાન થવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

ચોકઅપ થવાના કારણે ભૂગર્ભ ગટરમાંથી પસાર થતું વપરાશી ગંદુ પાણી ઓવરફલ થઇ બહાર નીકળી રસ્તા ઉપર ફેલાય છે અને તેના કારણે ગંદકી થવાની અને રોગચાળો ફેલાવવાની પણ સંભાવના રહેલી છે.

કાનૂની જોગવાઈઓ અનુસાર પણ વરસાદી પાણી ભૂગર્ભ ગટરમાં ઠાલવવાની કે નાખવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે.જે બાબત ને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ જે જગ્યાએ ભૂગર્ભ ગટર કાર્યરત હોય તેવા વિસ્તારોમાં આવેલ મેઈન લાઈનના ઉંડાણવાળા ભૂગર્ભ ગટરના મૈનહોલો / ચેમ્બરોના ઢાંકણાઓ ન ખોલવા / તોડવા નહી.

જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયેલ ન હોય અથવા ચાલુ હોય તેમજ ભૂગર્ભ ગટરને કાર્યરત કરવામાં આવેલ ન હોય તે વિસ્તારમાં મ.ન.પા.ની પૂર્વે મંજુરી વગર ભૂગર્ભગટરમાં ગંદાવપરાશી પાણીનો નિકાલ      કરવા અર્થે ગેરકાયદેસર જોડાણો આપ્યે થી ગંદા વપરાશી પાણી નો નિકાલ ન હોવાના કારણે ઓવરફલો થવાના પ્રશ્નો રહે છે. આવા કિસ્સામાં ગેરકાયદેસર જોડાણ કરનાર ની જવાબદારી નક્કી કરી પગલાં ભરાશે.

સુપ્રીમ કોર્ટની કાનૂની જોગવાઈઓ અનુસાર સેપ્ટિક ટેંક, ભૂગર્ભ ગટરના મેનહોલો અને ચેમ્બરોમાં સફાઈ તેમજ જોડાણો કરવા અંગે કોઈપણ વ્યક્તિએ અંદર ઉતરવું નહિ કે કોઈ પણ સફાઈ કામદારને ઉતારવા નહિ કારણ કે, આવા સેપ્ટિક ટેંક, મેનહોલો અને ચેમ્બરોમાં રહેલ ઝેરી ગેસોના કારણે અકસ્માત અને જાનહાની થવાની શક્યતા રહે છે. જેથી જે કોઈ આ બાબતે ભંગ કરશે તેની સામે કડક ફોજદારી પગલા લેવાશે. તેમ જામનગર મહાનગર પાલિકાના સિટી એન્જીનિયરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh