Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ ટ્રસ્ટીએ પ્રાઈમ લોકેશનની જગ્યા અંગે અન્ય સાથે કર્યાે કરારઃ
જામનગર તા. ૨૫: દ્વારકા શહેરના પ્રાઈમ લોકેશન એવા શાક માર્કેટ ચોકમાં મુંબઈના એક ટ્રસ્ટની જગ્યા ખરીદવા માટે ૩૪ વર્ષ પહેલાં મુંબઈના આસામીએ સોદો કર્યા પછી ટાઈટલ ક્લિયર અને દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી અપાઈ હતી. ૩૩ વર્ષ સુધી દસ્તાવેજ ન કરાતા આ આસામીએ ગયા વર્ષે ટ્રસ્ટીઓનો સંપર્ક કરતા રૃા.૨ લાખ માંગવામાં આવ્યા હતા. તે રકમ ચૂકવી દીધા પછી પણ તે જગ્યાનો કરાર જુનાગઢના એક મંદિર સાથે કરી લેવાયાનું બહાર આવતા પાંચ ટ્રસ્ટી સામે છેતરપિંડી, વિશ્વાસઘાત કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં આવેલા જગત મંદિરના દર્શનાર્થે દેશ-વિદેશથી સેંકડો ભાવિકો ઉમટી રહ્યા છે અને દ્વારકા શહેરના થતાં વિકાસના કારણે હાલમાં દ્વારકા શહેરમાં જમીનના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ત્યારે દ્વારકાના મુખ્ય વિસ્તારમાં આવેલા શાક માર્કેટ ચોકમાં આવેલી એક જગ્યા અંગે મુંબઈમાં રહેતા એક આસામીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
દ્વારકામાં પ્રાઈમ લોકેશન કહી શકાય તેવા શાક માર્કેટ ચોકમાં સ્વામીનારાયણ મંદિર પાસે ડુંગરશી પુરૂષોત્તમ ટ્રસ્ટની ૬૦૧.૪૧ ચો.મી. તથા ૧૦૧૨.૧૯ ચો.મી. જગ્યા આવેલી છે. તે જગ્યા ખરીદવા માટે વર્ષ ૧૯૯૦માં મુંબઈના બોરીવલી (વેસ્ટ)માં રહેતા રાજેશભાઈ જગદીશભાઈ મુલચંદાણીએ સોદો કર્યાે હતો.
તે જગ્યા વેચાણથી આપતી વખતે તેનું ટાઈટલ ક્લિયર કરાવી આપવાનું તે પછી દસ્તાવેજ બનાવી આપવાનું જણાવાયું હતું. તેના પર ભરોસો કરી રાજેશભાઈ મુલચંદાણીએ નક્કી થયેલી રકમ ચૂકવી હતી.
ઉપરોક્ત સોદા પછી વર્ષ ૨૦૨૩ સુધી દસ્તાવેજ બનાવી ન અપાતા કે ટાઈટલ ક્લિયર ન કરાવાતા ૧૧ મહિના પહેલાં રાજેશભાઈએ મુંબઈના ડુંગરશી પુરૂષોત્તમ ટ્રસ્ટના મુખત્યાર રાજેશ હરીલાલ વિભાકર, ટ્રસ્ટી શાંતિકુમાર ધરમશી કાપડીયા, પાર્થ પ્રદીપભાઈ કાપડીયા, અંશુમન પ્રદીપભાઈ કાપડીયા, પ્રદીપ કાપડીયાને તેની જાણ કરી હતી. આ વેળાએ તેમની પાસે ઉપરોક્ત ટ્રસ્ટીઓને રૃા.૨૦૦૦૦૧ની માંગણી કરી દસ્તાવેજ બનાવી આપવા બાંહેધરી આપી હતી.
ઉપરોક્ત માગણીના પગલે ગઈ તા.૩૦-૬-૨૦૨૩ના દિને ડુંગરશી પુરૂષોત્તમ ટ્રસ્ટના નામનો રાજેશભાઈએ ચેક આપ્યો હતો. તે પછી રાજેશભાઈના ધ્યાનમાં આવ્યું હતું કે, સામેવાળા ટ્રસ્ટીઓએ આ જગ્યા અંગે જૂનાગઢના સ્વામીનારાયણ મંદિરને સમજુતી કરાર કરી આપ્યો છે. હેબત ખાઈ ગયેલા રાજેશભાઈએ આખરે ટ્રસ્ટના શાંતિકુમાર, પ્રદીપ, રાજેશ હરીલાલ, પાર્થ તથા અંશુમન કાપડીયા સામે છેતરપિંડી કરવા અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial