Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દરોડામાં કુલ ૭૨૦ બોટલ કબજેઃ સપ્લાયર, રીસીવરના નામ ખૂલ્યાઃ
જામનગર તા. ૨૫: જામનગરના બેડીબંદર રોડ પર એક સોસાયટીમાં મોટરમાંથી એલસીબીએ દારૂની ૨૫૨ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો છે. તેણે દારૂ મંગાવનાર તથા મોકલનાર કુલ ચારના નામ આપ્યા છે. જ્યારે યુનિટ શોપીંગ સેન્ટરમાં એક હોટલમાં પોલીસે દરોડો પાડતા ત્યાંથી દારૂ, બીયરનો જથ્થો સાંપડ્યો છે. મધુવન સોસાયટી તથા સિક્કામાંથી બે બોટલ સાથે બે શખ્સ ઝડપાયા છે.
જામનગરના બેડીબંદર રોડ પર આવેલી એક સોસાયટીમાં મોટરમાં અંગ્રેજી શરાબનો જથ્થો લાવવામાં આવ્યો છે તેવી બાતમી એલસીબીના ધાનાભાઈ, ક્રિપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ, કિશોર પરમારને મળતા ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફે વોચ રાખી હતી.
વોચ દરમિયાન રાધે ક્રિષ્ના સોસાયટીની છેલ્લી શેરીમાં કૂવા પાસે જીજે-૧૦-ડીઈ ૬૩૪૫ નંબરની ઈકો મોટર મળી આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી ૨૫૨ બોટલ મળી હતી. તે જથ્થા સાથે પ્રવીણસિંહ બચુભા કેર નામનો શખ્સ મળી આવ્યો હતો. એલસીબીએ દારૂ, એક ફોન, રૃા.૩ લાખની મોટર સહિત કુલ રૃા.૩,૯૧,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂ મંગાવનાર દિગુભા જીલુભા દલધુણીયા, દરેડના વિશાલ સિંહ જાડેજા, ગોકુલનગર પાણાખાણના ભારતીબા હેમતસિંહ કેર તથા સપ્લાયર પુનાના વિનોદ નામના ચાર વ્યક્તિના નામ આપ્યા છે. તમામ પાંચ સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે.
જામનગરના બેડીબંદર રોડ પર એક દુકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝા ની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.ડી. જાડેજા તથા એએસઆઈ રઘુવીરસિંહ પરમાર વગેરેએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નજીક યુનિક કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં હરીશ હોટલમાં દરોડો પાડ્યો હતો.
સ્ટાફના મયુરરાજસિંહ, સાજીદ બેલીમને મળેલી બાતમીના આધારે તે હોટલમાંથી અંગ્રેજી શરાબની જુદી જુદી સાઈઝની ૪૬૮ બોટલ તથા બીયરના ૧૦ ટીન સાથે સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતો પ્રદીપ મેઘજીભાઈ ગોહિલ નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ મળી કુલ રૃા.૭૩,૦૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના સિક્કામાં જી ટાઈપ કોલોની પાસેથી ગઈરાત્રે પસાર થતાં રામનગર કારા ભુંગાના મનોજ રણછોડભાઈ અલગોતર નામના શખ્સને પોલીસે દારૂની એક બોટલ સાથે દબોચી લીધો છે.
જામનગરના નવાગામ ઘેડ પાસે મધુવન સોસાયટીમાંથી ગઈરાત્રે હનુમાન ગેઈટ પોલીસ ચોકીના સ્ટાફે ભીખુભાઈ મોહનભાઈ ચુડાસમા નામના શખ્સને દારૂની બોટલ સાથે પકડી ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial