Advertisement
Author: નોબત સમાચાર

લિવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતીને ધમકી આપી લૂંટી લેવાયા મોબાઈલ, ચેક

ઘરે આવે તો યુવતી તથા પુત્રને મારી નાખવાની ધમકીઃ

જામનગર તા. રપઃ જામનગરના એક યુવતીએ થોડા મહિના પહેલાં એક યુવક સાથે લિવ ઈન રિલેશનશીપનો કરાર કર્યાે હતો. તે પછી આ યુવકે તે યુવતીનો મોબાઈલ ઝૂંટવી પર્સમાંથી સહી કરેલા બે ચેક પણ કાઢી લેતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસની શેરી નં.૧માં રહેતા સુનિલ ઉર્ફે ધમા વિપુલભાઈ ધવડ સાથે થોડા મહીના પહેલા રામેશ્વરનગરમાં મધુવન પાર્કમાં રહેતા હીરલ જીતેન્દ્રભાઈ ચંદ્રપાલે લિવ ઈન રિલેશનશીપનો કરાર કર્યાે હતો. તે પછી બંને વ્યક્તિ ભીમવાસમાં સાથે રહેતા હતા.

તે દરમિયાન થોડા દિવસથી સુનિલ અને હીરલ વચ્ચે બોલાચાલી થતી હતી. તેનાથી કંટાળી જઈ હીરલબેન પોતાના પિયર પરત ચાલ્યા ગયા હતા. આ બાબતથી ઉશ્કેરાયેલા સુનિલે તેણીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને પર્સમાંથી સહી કરેલા બે ચેક કાઢી લીધા હતા તેમજ હવે મારા ઘરે આવતી નહીં, નહી તો તને તથા તારા પુત્રને મારી નાખીશ તેવી ધમકી આપતા હીરલબેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પીએસઆઈ આર.પી. અસારીએ આઈપીસી ૩૯૨, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh