Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોજી જૂને લોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉનઃ
જામનગર તા. રપઃ જામનગર લોકસભાની બેઠક માટે તારીખ ૪ જૂને મતગણતરી માટેનું વહીવટી તંત્ર દ્વારા કાઉન્ટડાઉન શરૂ થયું છે, અને હરિયા કોલેજમાં જુદા જુદા ૭ રૂમમાં ૯૮ ટેબલ પર ર૬ રાઉન્ડમાં મતગણતરી થશે, તેમ જાણવા મળે છે.
જામનગર લોકસભાની બેઠકની મતગણતરી માટે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી છે, અને આગામી ૪ જૂનના દિવસે હરિયા કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જેનું વહીવટી તંત્ર દ્વારા કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે.
જામનગર લોકસભાની બેઠકમાં આ વખતે કુલ ૧૦,૪૮,ર૯૧ મત પડ્યા હતાં, અને પ્રત્યેક વિધાનસભા વિસ્તાર પ્રમાણે મત ગણતરી કરવામાં આવશે જેમાં કુલ અલગ અલગ ૭ રૂમોમાં ૯૮ ટેબલો ગોઠવવામાં આવ્યા છે અને ૧૭ થી ર૬ રાઉન્ડ દરમિયાન મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં રાઉન્ડ વાઈસ ગણતરી કરવામાં આવે તો ૭૬-કાલાવડ વિધાનસભા વિસ્તારમાં ૧ર ટેબલ ગોઠવીને ર૪ રાઉન્ડમાં ગણતરી થશે, જ્યારે જામનગર ગ્રામ્યમાં ૧ર ટેબલ ગોઠવીને ર૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. ત્યાર પછી જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ૧ર બેઠક પર ર૦ રાઉન્ડમાં મતગણતરી કરાશે, જ્યારે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પણ ૧ર ટેબલ ગોઠવીને ૧૭ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. જામજોધપુર વિધનસભા વિસ્તારમાં ૧ર ટેબલ ગોઠવીને ર૩ રાઉન્ડમાં મત ગણતરી કરાશે.
૮૧-ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં ૧૪ ટેબલો ગોઠવીને ર૪ રાઉન્ડમાં મતગણના થશે. ઉપરાંત દ્વારકા વિધાનસભા માટે ૧ર ટેબલ ગોઠવીને કુલ ર૬ રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. સૌથી વધુ મત દ્વારકા વિધાનસભા વિસ્તારમાં ૧,પ૭,૩૬પ મત પડ્યા છે, જેથી ત્યાં સૌથી વધુ ર૬ રાઉન્ડમાં મત ગણતરી થશે, જ્યારે સૌથી ઓછા મત જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ૧,૩પ,૮૩૦ પડ્યા હોવાથી ત્યાં ૧૭ રાઉન્ડમાં મતગણતરી પૂરી થઈ જશે.
જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જામનગર લોકસભાની બેઠકના પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં દરેક ટેબલ દીઠ ત્રણ અધિકારી અને અન્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ૧૦ ટકા જેટલો સ્ટાફ રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. મતગણતરીમાં ફરજ બજાવનારા તમામ અધિકારી અને કર્મચારીઓને કેવી રીતે મતગણરી થાય, અને શું તકેદારી રાખવી, તેની તમામ તાલીમ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial