Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૫: વિશ્વ હાઈપર ટેન્શન દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા અંતર્ગત આવતી તમામ આરોગ્ય સંસ્થાઓમાં વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ડબલ્યુએચઓ દ્વારા મેચ્યોર યોર બ્લડ પ્રેસ્યુર એક્યુરેેટેલી, કંટ્રોલ ઈટ, લાઈવ લોંગરની ટીમ રાખવામાં આવી છે જેથી જિલ્લાના જુદા જુદા આયુષમાન આરોગ્ય મંદિર પર નોન કોમ્યુનિકેબલ ડીસીસ (એનસીડી) સ્ક્રીનીગના કેમ્પ રાખવામાં આવ્યા હતા.
આ કેમ્પ અંતર્ગત કુલ ૧૫૩૨ વ્યક્તિઓનું બ્લડ પ્રેશર માપવામાં આવેલ અને જરૂરિયાત લોકોનું કાઉન્સેલીંગ કરાયું હતું.
લોકોને નિયમિત ભોજનમાં મીઠાનો ઓછો ઉપયોગ કરવો, ઘી-તેલવાળી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો તેમજ દરરોજ ૩૦ મિનિટથી વધુ કસરત કરવી, યોગ કરવા જેવી પ્રવૃત્તિ દ્વારા બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે તે મુજબ આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. દરેક લોકોએ પોતાના બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવવા અને કાળજી રાખવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા દ્વારા અપીલ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial