Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીવાના પાણીની સમસ્યાઃ
જામનગર તા. ર૫: જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા તા. ર૧-પ-ર૪ ના કલેકટરને પત્ર લખી ગામડાઓમાં પડતી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેઠક યોજવા રજુઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને કલેકટર, જામનગર દ્વારા તાત્કાલિક પગલા લઈ આગામી સોમવારે તા. ર૭-પ-ર૪ ના પાણી પુરવઠાના અધિકારીઓ સાથે તાકીદે બેઠક બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આચારસંહિતાના કારણે પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહીં.
જામજોધપુર-લાલપુર તાલુકાના ગામડાઓમાં તમામ સરપંચોને પત્ર લખી જે ગામોમાં પીવાના પાણીની સમસ્યા હોય તેઓએ સાદી અરજી અથવા ગ્રામ પંચાયતના લેટર પેડ પર અરજી લખી તાલુકા વિકાસ અધિકારી અથવા તાલુકા લેવલે પાણી પુરવઠા વિભાગમાં મોકલવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial