Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬૦ દિવસમાં રકમ ચૂકવી આપવા અદાલતનો આદેશઃ
જામનગર તા. રપઃ જામનગરના મોરકંડાના એક આસામીએ ભાણવડના દંપતી સામે રૃા.૧૬ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી દંપતીને બે વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ૬૦ દિવસમાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.
જામનગર તાલુકાના મોરકંંડામાં રહેતા પ્રકાશભાઈ વૃજલાલ પરમાર પાસેથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વસવાટ કરતા જમનભાઈ રામજીભાઈ રાઠોડ તથા ચંપાબેન જમનભાઈ રાઠોડે હાથઉછીના રૃા.૧૬ લાખ મેળવ્યા હતા.
તે રકમની પરત ચૂકવણી માટે જમનભાઈએ ચેક આપ્યો હતો. તે ચેક નાણાના અભાવે બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી પ્રકાશભાઈએ જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી દંપતીને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ૬૦ દિવસમાં ભરી આપવાનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial